Not Set/ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમવાર નંબરવાળી ટી-શર્ટ પહેરી મેદાને ઉતર્યા ખેલાડીઓ

એશેઝ સિરીઝ 2019 ની પ્રથમ ટેસ્ટની સાથે સાથે ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં એક નવો અધ્યાય પણ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂ થઇ ગઇ છે ત્યારે ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર બંને ટીમો ‘નંબરવાળી જર્સી’ પહેરીને મેદાને ઉતરી છે. આ સાથે એશેઝમાં 137 વર્ષથી ચાલતી પરંપરા પણ તૂટી ગઈ છે. બંન્ને ટીમોનાં કેપ્ટન ટોસ […]

Uncategorized
65974 large ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમવાર નંબરવાળી ટી-શર્ટ પહેરી મેદાને ઉતર્યા ખેલાડીઓ

એશેઝ સિરીઝ 2019 ની પ્રથમ ટેસ્ટની સાથે સાથે ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં એક નવો અધ્યાય પણ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂ થઇ ગઇ છે ત્યારે ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર બંને ટીમો ‘નંબરવાળી જર્સી’ પહેરીને મેદાને ઉતરી છે. આ સાથે એશેઝમાં 137 વર્ષથી ચાલતી પરંપરા પણ તૂટી ગઈ છે. બંન્ને ટીમોનાં કેપ્ટન ટોસ માટે નંબરવાળી જર્સી પહેરી ઉતર્યા હતા જ્યા ઇંગ્લેન્ડ સામે ગુરુવારે ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આપને જણાવી દઈએ કે ખેલાડીઓ અત્યાર સુધી ટેસ્ટમાં નામ વિનાની જર્સી પહેરતા હતા, પરંતુ આઇસીસીએ હવે નિયમોમાં ફેરફાર કર્યા છે. આપને જણાવી દઇએ કે, ઇંગ્લેન્ડે તેના ટોપ ઇલેવનની જાહેરાત બુધવારે જ કરી હતી. આ ટેસ્ટ મેચમાં જેસન રોય એશેઝ ખાતે ડેબ્યુ કરી રહ્યો છે, જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ઈજા બાદ ટીમમાં પરત ફરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર, કેમેરોન બેંક્રોફ્ટ અને સ્ટીવ સ્મિથ બોલ ટેમ્પરિંગ પર પ્રતિબંધ મુકાયા બાદ પ્રથમવાર ટેસ્ટ રમી રહ્યા છે.

આ વખતે એશેઝ શ્રેણી પણ ખૂબ ખાસ છે કારણ કે આ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત છે. 2 વર્ષ સુધી ચાલનારી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 27 શ્રેણી રમવામાં આવશે અને તેની ફાઇનલ જૂન 2021 માં રમાશે. એશેજની શરૂઆતની સાથે જ આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પણ શરૂઆત થઇ ચુકી છે. ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પહેલા સત્રમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ આવતા બે વર્ષોમાં 27 શ્રીણીની 71 ટેસ્ટ મેચોમાં ટાઇટલ માટે મુકાબલો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.