Not Set/ બાબરી વિધ્વંસ/ CM યોગીએ કહ્યુ- આજે કોંગ્રેસે જનતાની માફી માંગવી જોઇએ

અયોધ્યામાં બાબરી મસ્જિદનાં વિધ્વંસને લગતા કેસમાં આજે સીબીઆઈની વિશેષ અદાલતે 28 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે, કોર્ટે કહ્યું છે કે, લાલકૃષ્ણ અડવાણી, ભાજપનાં પૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી મનોહર જોશી, યુ.પી.નાં પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, એમપીનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, ભાજપનાં વરિષ્ઠ નેતા વિનય કટિયાર સહિત કુલ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા […]

Uncategorized
e9374beb0a749c9e80e2519030092fb9 1 બાબરી વિધ્વંસ/ CM યોગીએ કહ્યુ- આજે કોંગ્રેસે જનતાની માફી માંગવી જોઇએ

અયોધ્યામાં બાબરી મસ્જિદનાં વિધ્વંસને લગતા કેસમાં આજે સીબીઆઈની વિશેષ અદાલતે 28 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે, કોર્ટે કહ્યું છે કે, લાલકૃષ્ણ અડવાણી, ભાજપનાં પૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી મનોહર જોશી, યુ.પી.નાં પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, એમપીનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, ભાજપનાં વરિષ્ઠ નેતા વિનય કટિયાર સહિત કુલ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

કોર્ટનાં આ નિર્ણયને આવકારીને યુપીનાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, કોર્ટનાં નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે મોડુ થયું પરંતુ સત્યની જીત થઇ. કોર્ટનાં ચુકાદા બાદ તે તમામ 32 લોકોને અભિનંદન આપે છે. તેમણે ટ્વીટ કર્યું કે, સત્યમેવ જયતે! સીબીઆઈની વિશેષ અદાલતનો નિર્ણય આવકાર્ય છે. તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા રાજકીય પક્ષપાતથી સપડાયેલા, @BJP4India નાં નેતાઓ, વિહિપનાં હોદ્દેદારો, સામાજિક કાર્યકરોને ખોટા ખોટા કેસો દ્વારા બદનામ કરવામાં આવ્યા હતા. આ ષડયંત્ર બદલ તેમણે લોકોની માફી માંગવી જોઈએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.