Not Set/ બાવળા પાસે રાજકોટ CPની કાર પાછળ અથડાયું પૂરપાટ ઝડપે આવી રહેલ બાઇક, પછી કમિશ્નરે કર્યુ આવું…

ગાંધીનગરથી રાજકોટ જઇ રહેલ રાજકોટ પોલીસ કમિશ્નરની મોટરની સાથે સાથે પૂરપાટ ઝડપે જઈ રહેલ બાઇકનું બાવડા પાસે રાજકોટ પોલીસ કમિશ્નરની કાર સાથે જ અકસ્માત થયો. રોડ પર બાઇક ચાલક અકસ્માતે ઘાયલ થતા જ પોતાની પરવાહ કર્યા વિના રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે માનવતાનાં ધોરણે સૌ પ્રથમ તુરંત જ ઇમર્જન્સી સર્વિસીઝ 108ને બોલાવી મોટર સાયકલ ચાલકને તાત્કાલીક […]

Gujarat Rajkot
6df01aa852dd60af4ca83d1967b39898 બાવળા પાસે રાજકોટ CPની કાર પાછળ અથડાયું પૂરપાટ ઝડપે આવી રહેલ બાઇક, પછી કમિશ્નરે કર્યુ આવું...

ગાંધીનગરથી રાજકોટ જઇ રહેલ રાજકોટ પોલીસ કમિશ્નરની મોટરની સાથે સાથે પૂરપાટ ઝડપે જઈ રહેલ બાઇકનું બાવડા પાસે રાજકોટ પોલીસ કમિશ્નરની કાર સાથે જ અકસ્માત થયો. રોડ પર બાઇક ચાલક અકસ્માતે ઘાયલ થતા જ પોતાની પરવાહ કર્યા વિના રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે માનવતાનાં ધોરણે સૌ પ્રથમ તુરંત જ ઇમર્જન્સી સર્વિસીઝ 108ને બોલાવી મોટર સાયકલ ચાલકને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી. જો કે, અકસ્માતામાં રાજકોટ પોલીસ કમિશ્નરની મોટરને પણ ભારે નુકશાન થયુ છે, ઉલ્લેખનીય છે કે, ડ્રાઈવર અને તેમને પોતાને કોઈ ઈજા થઈ નથી.     

વિગતવાર વાત કરવામાં આવે તો, આજે ગાંધીનગરથી રાજકોટ જઇ રહેલા રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની મોટર સાથે બાવડા પાસે ડ્રાઈવરની પાછળની સાઈડે મોટર સાયકલ પૂરપાટ ઝડપે અથડાઈ હતી. સદ્દભાગ્યે પોલીસ કમિશ્નર કે ડ્રાઈવરને કોઈ ઈજા થઈ નથી.  રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તુરંત જ 108ને બોલાવી મોટર સાયકલ ચાલકને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડેલ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews