Not Set/ ‘બાહુબલી’ એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન પોલીસની કસ્ટડીમાં, કારણ જાણી ચોંકી જશો

બોલિવૂડ અને સાઉથની સુપરહિટ ફિલ્મમાં કામ કરનારી એક્ટ્રસ રામ્યા કૃષ્ણન અત્યારે ચર્ચા આવી છે. ફિલ્મ ‘બાહુબલી’માં શિવાગામીનો રોલ પ્લે કરનાની રામ્યા કૃષ્ણન પોલીસે કસ્ટડીમાં છે. રિપોર્ટ્સ મુજબ, રામ્યાની કારમાંથી પોલીસને 100 દારૂની અને બિયરની બોટલ ચેકિંગ દરમિયાન મળી હતી, આ પછી રામ્યા અને તેમના ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી હતી. આ દરમિયાન રામ્યા કૃષ્ણન સાથછે તેમની […]

Uncategorized
33c276d0614fedcbd223e09484a35ecb 'બાહુબલી' એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન પોલીસની કસ્ટડીમાં, કારણ જાણી ચોંકી જશો

બોલિવૂડ અને સાઉથની સુપરહિટ ફિલ્મમાં કામ કરનારી એક્ટ્રસ રામ્યા કૃષ્ણન અત્યારે ચર્ચા આવી છે. ફિલ્મ ‘બાહુબલી’માં શિવાગામીનો રોલ પ્લે કરનાની રામ્યા કૃષ્ણન પોલીસે કસ્ટડીમાં છે. રિપોર્ટ્સ મુજબ, રામ્યાની કારમાંથી પોલીસને 100 દારૂની અને બિયરની બોટલ ચેકિંગ દરમિયાન મળી હતી, આ પછી રામ્યા અને તેમના ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી હતી.

આ દરમિયાન રામ્યા કૃષ્ણન સાથછે તેમની બહેન વિનાયા કૃષ્ણન પણ હતી. ઉલ્લેખનીય છે કે, બંને મલ્લાપુરાથી ચેન્નઈ તરફ જઈ રહ્યા હતાં.

અભિનેત્રી રમ્યા કૃષ્ણનના ડ્રાઇવરને દારૂની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, સાથે રમ્યા અને તેની બહેનને પણ થોડા સમય માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે લોકડાઉનને કારણે તામિલનાડુના તમામ જિલ્લામાં દારૂની દુકાનો ખોલવામાં આવી છે, જો કે, ચેન્નઈમાં અત્યાર સુધીમાં દુકાનો બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે લોકો દારૂ ખરીદવા માટે અન્ય જિલ્લાઓમાં જઈને ખરીદી રહ્યા છે.

અભિનેત્રી રમ્યા કૃષ્ણને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ ઘણી ફિલ્મો કરી છે, જેમાં અમિતાભ બચ્ચન અને ગોવિંદા સ્ટારર ફિલ્મ ‘બડે મિયાં છોટી મિયાં’ શામેલ છે. જો કે, અભિનેત્રીને ફિલ્મ ‘બાહુબલી’ થી ઘણી ઓળખ મળી. આ ફિલ્મમાં રમ્યાએ માતા શિવગામીની ભૂમિકા ભજવી હતી, જેમણે બાહુબલીને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.