Not Set/ ‘બોયઝ લોકર રૂમ’ પર અવાજ ઉઠાવનાર સ્વાતિ માલીવાલને મળી જાનથી મારી નાખવાની ધમકી

દિલ્હી મહિલા આયોગ (ડીસીડબલ્યુ) નાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલને કથિત રીતે મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. તેને આ ધમકી ટ્વિટર દ્વારા મળી છે. ધમકી મળ્યા બાદ સ્વાતિ માલીવાલે આ મામલે દિલ્હી પોલીસનાં સાયબર સેલનાં નાયબ પોલીસ કમિશનરને ફરિયાદ લખી છે. પત્રમાં દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષે કહ્યું છે કે, તેના ટ્વિટર પર આઈડી સાથે અનેક […]

India
6967ad8a8321172820f43837c5e4605e 1 'બોયઝ લોકર રૂમ' પર અવાજ ઉઠાવનાર સ્વાતિ માલીવાલને મળી જાનથી મારી નાખવાની ધમકી

દિલ્હી મહિલા આયોગ (ડીસીડબલ્યુ) નાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલને કથિત રીતે મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. તેને આ ધમકી ટ્વિટર દ્વારા મળી છે. ધમકી મળ્યા બાદ સ્વાતિ માલીવાલે આ મામલે દિલ્હી પોલીસનાં સાયબર સેલનાં નાયબ પોલીસ કમિશનરને ફરિયાદ લખી છે. પત્રમાં દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષે કહ્યું છે કે, તેના ટ્વિટર પર આઈડી સાથે અનેક અભદ્ર મેસેજ કરવામાં આવ્યા છે.

જો કે ડીસીડબ્લ્યુ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે તાજેતરમાં બોય લોકર રૂમઅને જેલમાં બંધ જામીયાની વિદ્યાર્થી સફુરા જર્ગરનાં અજાત બાળકનાં પિતાનાં મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ તેને ટ્વિટર પર કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જેને તેણે ગંભીરતાથી લીધી હતી. આ જ કારણ છે કે તેઓએ દિલ્હી પોલીસનાં સાયબર સેલમાં પણ ફરિયાદ નોંધાવી છે. આ સાથે સ્વાતિ માલીવાલે સાયબર સેલનાં ડીસીપીને ફરિયાદ કરી છે કે શુભમ સંદીપ નામનાં વ્યક્તિનાં ટ્વિટર હેન્ડલ દ્વારા તેને આ ધમકી આપવામાં આવી છે. તેઓએ આ કેસની તપાસ કરી આરોપીની ધરપકડ કરવાની માંગ કરી છે.