Not Set/ બોલિવૂડનાં વધુ એક દિગ્ગજ કલાકાર કોરોના સંક્રમિત

કોરાનાકાળથી હાલમાં કોઇ પણ સુરક્ષિત ન હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. સામાન્ય નાગરિકથી લઇને દિગ્ગજ નેતાઓ અને કલાકારો પણ આ સંક્રમણથી પોતાને સુરક્ષિત કરવા અસફળ સાબિત થઇ રહ્યા છે. ત્યારે હવે પ્રખ્યાત અભિનેત્રી હિમાની શિવપુરી પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. આ માહિતી તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતે આપી છે. […]

Uncategorized
0eac613966c5ac4e23628f3a705ae15f બોલિવૂડનાં વધુ એક દિગ્ગજ કલાકાર કોરોના સંક્રમિત
કોરાનાકાળથી હાલમાં કોઇ પણ સુરક્ષિત ન હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. સામાન્ય નાગરિકથી લઇને દિગ્ગજ નેતાઓ અને કલાકારો પણ આ સંક્રમણથી પોતાને સુરક્ષિત કરવા અસફળ સાબિત થઇ રહ્યા છે. ત્યારે હવે પ્રખ્યાત અભિનેત્રી હિમાની શિવપુરી પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે.

આ માહિતી તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતે આપી છે. હિમાની શિવપુરીએ તેનો ફોટો શેર કર્યો અને લખ્યું, “ગુડ મોર્નિંગ હું તમને જણાવવા માંગુ છું કે કોરોના વાયરસ (કોવિડ 19) નો મારો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોઈપણ વ્યક્તિ જે મારા સંપર્કમાં આવેલ છે, કૃપા કરીને પોતાને ટેસ્ટ કરાવી લે.” “કહેવામાં આવી રહ્યું છે કે, હિમાની શિવપુરીને સારવાર માટે મુંબઈની હોલી સ્પિરિટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હિમાની શિવપુરીની આ પોસ્ટ પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉપરાંત, તેઓ તેની ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે. હિમાની શિવપુરીએ ઘણા બોલિવૂડ ફિલ્મ અને ટીવી શો માં કામ કર્યું છે. તે ટીવી શો ‘હસરતે’ અને ‘ઘર એક સપના’ માં જોવા મળી ચૂક્યા છે. હિમાની શિવપુરીએ ‘હમ આપકે હૈ કૌન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘પરદેસ’ અને ‘કુછ કુછ હોતા હૈ’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોને ચોંકાવી દીધા હતા. હિમાની શિવપુરી પહેલા બોલિવૂડમાં, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, મલાઈકા અરોરા ખાન, અર્જુન કપૂર, રાજ શાંડિલ્ય વગેરે કોવિડ-19 થી સંક્રમિત થઇ ચુક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.