Not Set/ બોલિવૂડને લાગ્યુ ગ્રહણ, કોમેડિયન જગદીપનું 81 વર્ષે નિધન, સુરમા ભોપાલી નામે હતા જાણીતા

ફિલ્મ અભિનેતા અને હાસ્ય કલાકાર જગદીપનું બુધવારે નિધન થયું છે. વધતી ઉંમમરમાં આરોગ્ય સમસ્યાઓનાં કારણે તેમનું અવસાન થયું. આપને જણાવી દઈએ કે તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. તેમનો જન્મ 29 માર્ચ 1929 માં થયો હતો. જગદીપે 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છએ. તેમણે 1975 ની પ્રખ્યાત ફિલ્મ ‘શોલે‘માં સૂરમા ભોપાળીનાં પાત્ર […]

Uncategorized
3226cffa2d493ff4ee2744857539f3ef બોલિવૂડને લાગ્યુ ગ્રહણ, કોમેડિયન જગદીપનું 81 વર્ષે નિધન, સુરમા ભોપાલી નામે હતા જાણીતા

ફિલ્મ અભિનેતા અને હાસ્ય કલાકાર જગદીપનું બુધવારે નિધન થયું છે. વધતી ઉંમમરમાં આરોગ્ય સમસ્યાઓનાં કારણે તેમનું અવસાન થયું. આપને જણાવી દઈએ કે તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. તેમનો જન્મ 29 માર્ચ 1929 માં થયો હતો. જગદીપે 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છએ.

તેમણે 1975 ની પ્રખ્યાત ફિલ્મ શોલેમાં સૂરમા ભોપાળીનાં પાત્ર સાથે ઘણી ચર્ચા અને વખાણ મેળવવામાં સફળ રહ્યા! આ સિવાય ફિલ્મ પુરાના મંદિરમાં મચ્છરની ભૂમિકા અને ફિલ્મ અંદાઝ અપના અપનામાં સલમાન ખાનનાં પિતાની ભૂમિકાએ પણ તેમણે દર્શકોને મનોરંજન પુરૂ પાડ્યુ હતું. તેમણે સુરમા ભોપાળી નામની ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે મુખ્ય પાત્ર પણ નિભાવ્યું હતું.

જગદીપે 1951 માં બીઆર ચોપરાની ફિલ્મ અફસાનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જગદીપે આ ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. તે પછી પણ, તેમણે ગુરુ દત્તની આર પાર, બિમલ રોયની દો બિઘા જમીન જેવી શ્રેષ્ઠ ફિલ્મો સહિત ઘણી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું. જગદીપ તેમના પાત્રોથી પડદા પર જીવ રેડી દેતા હતા અને તેમની કોમેડી પ્રેક્ષકોને તેમના સરળ પાત્રોથી બાંધતી હતી. જગદીપનાં પુત્રો જાવેદ જાફરી અને નાવેદ જાફરી પણ હિન્દી ફિલ્મોમાં હાસ્ય કલાકાર છે અને બંનેએ મળીને ટીવી પર બૂગી વૂગી સાથે સિનેમા અને રિયાલિટી શોનો ઇતિહાસ બદલી નાખ્યો હતો.

જો આપણે જગદીપ દ્વારા ભજવવામાં આવેલા પાત્રો વિશે વાત કરીએ, તો તેમની ફિલ્મ હમ પંછી એક ડાલ કે  માં પંડિત જવાહરલાલ નહેરુ તેમનાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાનો એક સ્ટાફ દેખ રેખ માટે ભેટ સ્વરૂપે જગદીપને આપી દીધો હતો. જગદીપ છેલ્લે 2012 માં રૂમી જાફરીની ફિલ્મ ગલી ગલી મેં ચોર હૈ માં દેખાયા હતા. આ ફિલ્મમાં તેમના સાથી કલાકારો હતા અક્ષય ખન્ના, મુગ્ધા ગોડસે અને શ્રિયા સરણ. 2019 માં, જગદીપને આઈફા દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને આ પ્રસંગે તેમના પુત્ર જાવેદ જાફરી અને પૌત્ર મીઝાન જાફરી પણ હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.