Not Set/ બોલીવૂડમાં હડકંપ/ સુશાંત સિંહ રાજપૂત બાદ આ એક્ટરે કરી આત્મહત્યા

બોલીવૂડ અને ટીવી જગત પર છેલ્લા કેટલાક સમયથી દુખના કાળા વાદળો છવાયા હોય તેવું લાગી રહ્યું છે .સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારથી બધાને આશ્ચર્ય થયું છે. સુશાંતના સુસાઇડને લઈને હજુ પણ ચાહકોની આખન નમ થઇ જાય છે. આવામાં વધુ એક દુખદ સમાચાર કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી આવી રહ્યા છે. ટીવી એક્ટર સુશીલ ગૌડાએ આત્મહત્યા કરી લીધી […]

Uncategorized
7575832163b955b69764be41a7b6fd60 બોલીવૂડમાં હડકંપ/ સુશાંત સિંહ રાજપૂત બાદ આ એક્ટરે કરી આત્મહત્યા

બોલીવૂડ અને ટીવી જગત પર છેલ્લા કેટલાક સમયથી દુખના કાળા વાદળો છવાયા હોય તેવું લાગી રહ્યું છે .સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારથી બધાને આશ્ચર્ય થયું છે. સુશાંતના સુસાઇડને લઈને હજુ પણ ચાહકોની આખન નમ થઇ જાય છે. આવામાં વધુ એક દુખદ સમાચાર કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી આવી રહ્યા છે. ટીવી એક્ટર સુશીલ ગૌડાએ આત્મહત્યા કરી લીધી છે. સુશીલ ગૌડા ફિટનેસ ટ્રેનર પણ રહી ચૂક્યો છે. માત્ર 30 વર્ષનો સુશીલ કર્ણાટકના તેના વતન મંડ્યામાં હતો. જ્યાં તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જો કે તેણે આત્મહત્યા કેમ કરી તે જાણી શકાયું નથી.

સુશીલ એક એક્ટરની સાથે ફીટનેસ ટ્રેનર પણ હતો. સુશીલ સતત કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરવા માટે સખત મહેનત કરતો હતો. તેની આગામી ફિલ્મ Salaga માં તે પોલીસની ભૂમિકામાં જોવા મળવાનો હતો. સુશીલએ રોમેન્ટિક સીરિયલ અંતપુરામાં પણ કામ કર્યું હતું.

સુશીલ ગૌડાની આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ આખું ઉદ્યોગ શોકમાં ગરકાવ થઇ ગયું છે, જે ફિલ્મ Salaga માં સુશીલ ગૌડાએ કામ કર્યું છે તે ફિલ્મના લીડ એક્ટર વિજયે સોશિયલ મીડિયા પોસ્ટ પર દુ: ખ વ્યક્ત કરતાં લખ્યું છે કે જ્યારે મેં તેને પ્રથમ વખત જોયો ત્યારે, મને તે હીરો મટેરિયલ લાગ્યો. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તેણે અમને છોડીને જતો રહ્યો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.