Not Set/ બ્રીક્સમાં પુતિન અને મોદી વચ્ચે થઈ “મન કી બાત”જાણો શું કરી ચર્ચા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે બંનેની હસ્તધૂનન કરતી તસવીરો જારી કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પુતિન સાથેની ચર્ચામાં ક્રૂડ અને પ્રાકૃતિક ગેસમાં દ્વિપક્ષીય વેપાર વિસ્તૃત બનાવવા તેમજ રોકાણ વેગવાન બનાવવાના માર્ગો વિશે ચર્ચા કરી હતી. રવિશકુમારે વધુમાં જણાવ્યું હતું કે બંને મહાનુભાવોએ વેપાર અને રોકાણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે કેવી રીતે સાથે મળીને કામ કરવું જોઈએ […]

India
બ્રીક્સમાં પુતિન અને મોદી વચ્ચે થઈ “મન કી બાત”જાણો શું કરી ચર્ચા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે બંનેની હસ્તધૂનન કરતી તસવીરો જારી કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પુતિન સાથેની ચર્ચામાં ક્રૂડ અને પ્રાકૃતિક ગેસમાં દ્વિપક્ષીય વેપાર વિસ્તૃત બનાવવા તેમજ રોકાણ વેગવાન બનાવવાના માર્ગો વિશે ચર્ચા કરી હતી.

રવિશકુમારે વધુમાં જણાવ્યું હતું કે બંને મહાનુભાવોએ વેપાર અને રોકાણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે કેવી રીતે સાથે મળીને કામ કરવું જોઈએ તે અંગે પણ ચર્ચા કરી હતી. પુતિને ગયા વર્ષે રશિયામાં યોજાયેલા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બંને વચ્ચે ટુરિઝમને પ્રોત્સાહન પૂરું પાડવા તથા વિદ્યાર્થીઓના આદાન-પ્રદાન વિશે પણ ચર્ચા થઈ હતી.