Not Set/ બ્લેક મેજિક માટે સુશાંતના એકાઉન્ટમાંથી નીકાળવામાં આવ્યા હતા પૈસા?  સામે આવી વિગતો

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં હવે એક અલગ જ એંગલ સામે આવ્યો છે. અભિનેતાના પરિવારે તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી સામે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવા સહિતના ઘણા આરોપો લગાવ્યા છે. આ સાથે પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે રિયાએ સુશાંત પર બ્લેક મેજિક કર્યું હતું. હવે સુશાંત સિંહ રાજપૂતના બેંક ખાતાની વિગતો બહાર આવી છે, […]

Uncategorized
6b92107a82503b57ec2594462c04f9a3 બ્લેક મેજિક માટે સુશાંતના એકાઉન્ટમાંથી નીકાળવામાં આવ્યા હતા પૈસા?  સામે આવી વિગતો

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં હવે એક અલગ જ એંગલ સામે આવ્યો છે. અભિનેતાના પરિવારે તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી સામે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવા સહિતના ઘણા આરોપો લગાવ્યા છે. આ સાથે પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે રિયાએ સુશાંત પર બ્લેક મેજિક કર્યું હતું. હવે સુશાંત સિંહ રાજપૂતના બેંક ખાતાની વિગતો બહાર આવી છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે પૂજા સામગ્રી ખરીદવા માટે તેના ખાતામાંથી ત્રણ વખત પૈસા ઉપાડવામાં આવ્યા હતા, જ્યારે એક વખત પૈસા ઉપાડીને પંડિતને આપવામાં આવ્યા હતા. સુશાંતના પરિવારજનોનો દાવો છે કે આ પૈસાથી રિયા ચક્રવર્તીએ અભિનેતા પર જાદુ ટોના કર્યું હતું.

બેંકમાંથી બહાર આવી વિગતો

હવે કોટક મહિન્દ્રા બેંકમાંથી સુશાંત સિંહ રાજપૂતના ખાતાના કાગળો બહાર આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે પૂજાના નામે પાંચ વખત પૈસા ઉપાડવામાં આવ્યા હતા. સુશાંતના પરિવારે તેને બ્લેક મેજિક કહ્યું છે. જો કે, ઓગસ્ટ 2019 માં, પૂજા / બ્લેક મેજિકના નામે પૈસા નીકાળવાનું બંધ થઇ ગયું.

પૂજાના નામે નીકાળ્યા સુશાંતના ખાતામાંથી પૈસા

14 જુલાઈ 2019

– 45,000 રૂપિયા

22 જુલાઈ 2019

 – 55,000 રૂપિયા

– 36,000 રૂપિયા

2 ઓગસ્ટ 2019

– 86,000

8 ઓગસ્ટ 2019

– 11,000

15 ઓગસ્ટ 2019

– 60,000 રૂપિયા

આ પૈસા ઉપાડ્યા પછી ક્યારેય કોઈ પૂજા નથી થઈ.

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના CAએ  પહેલા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે કહ્યું છે કે સુશાંતના પિતા દ્વારા કરવામાં આવેલા દાવાની વિરુદ્ધ, સુશાંતના ખાતામાંથી બહુ ટ્રાન્ઝેક્શન થયું નથી. તેના ખાતામાં પણ આવી કોઈ રકમ નથી, જે સુશાંતના પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. CA સંદીપ શ્રીધરે જણાવ્યું હતું કે રિયાના ખાતામાં મોકલવામાં આવેલ હજાર રૂપિયા ફીસ  અને રિયાની માતા દ્વારા મોકલેલા 33000 રૂપિયા સિવાય કોઈ મોટું ટ્રાન્ઝેક્શન થયું નથી.

સંદિપે કહ્યું કે સુશાંત એક ફિલ્મ સ્ટાર હોવાને કારણે તેણે પોતાની જીવનશૈલી અને ખર્ચો જાળવવો પડ્યો. તે ખરીદી, મકાન ભાડુ અને મુસાફરી જેવા ખર્ચ કરતો હતો. સુશાંત અને રિયા ઘણી વખત સાથે મુસાફરી કરતા. આ સિવાય છેલ્લા એક વર્ષમાં સુશાંતની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સંદીપે ફક્ત જાન્યુઆરી 2019 થી જૂન 2019 સુધી સુશાંતના ખાતાનો હિસાબ લીધો હતો.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.