Not Set/ ભકતોથી ફરી રિસાયા ડાકોરના ઠાકોર, ફરી એકવાર દર્શનાર્થીઓ માટે દરવાજા બંધ

શ્રાવણ ના પવિત્ર માસ ના ગણતરીના કલાકો પહેલા જ ડાકોર રણછોડ જીના ભક્તોને માટે નિરાશાજનક સમાચાર આજથી ડાકોરના ઠાકોર ના દર્શન ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.  જોકે આજે મોટાભાગના આ બાબત થી અજાણ ભક્તો ડાકોર દર્શને આવ્યા હતા.  જે ધજા ના દર્શન કરી ભારે મને પરત ફર્યા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિર બંધ […]

Uncategorized
b9253f8f45318c6913c33f2e9c62c9ca ભકતોથી ફરી રિસાયા ડાકોરના ઠાકોર, ફરી એકવાર દર્શનાર્થીઓ માટે દરવાજા બંધ
શ્રાવણ ના પવિત્ર માસ ના ગણતરીના કલાકો પહેલા જ ડાકોર રણછોડ જીના ભક્તોને માટે નિરાશાજનક સમાચાર આજથી ડાકોરના ઠાકોર ના દર્શન ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.  જોકે આજે મોટાભાગના આ બાબત થી અજાણ ભક્તો ડાકોર દર્શને આવ્યા હતા.  જે ધજા ના દર્શન કરી ભારે મને પરત ફર્યા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિર બંધ રહશે આ દરમિયાન જન્માષ્ટમી સહિતના તહેવારો બંધ બારણે જ ઉજવાય તેવી શક્યતા છે.  

લોકડાઉન દરમિયાન બંધ રહેલ ડાકોર રણછોડ જી  મંદિર અનલોક 2માં 18 જૂને ડાકોરના ઠાકોર રણછોડ જી ના દ્વાર ભક્તો માટે ખુલ્યા હતા.  જોકે માત્ર 30 દિવસ બાદ ડાકોર માં 5 કેસ કોરોના ના નોંધાતા અને એક નું મોત નીપજ્યું હતું.  સાથે શ્રાવણ માસ માં લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય કોવિડ નું સંક્રમણ ભક્તો યાત્રિકો ને પણ લાગે તેવી શકયતા ને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા 20 જુલાઈ થી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યું છે.

જોકે આજે દર્શન સરકારી ગાઈડલાઈન મુજબ બંધ રહ્યા હતા.  જેને લઈ આ બાબત થી અજાણ હજારો ભક્તો ડાકોરના ઠાકોર ના દર્શન માટે આવ્યા હતા.  જોકે ઠાકોરજી ના બંધ દરવાજા જોતા નિરાશ થયા હતા.  અને મંદિરની ધજાના દર્શન કરી બહારથી જ પરત ફર્યા હતા.  સમગ્ર શ્રાવણ માસમાં પણ ભક્તો ડાકોરના ઠાકોર રણછોડજી ના દર્શન મંદિર ની વેબસાઈટમાં ઓનલાઈન કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.