Not Set/ Video/ આ વ્યક્તિએ કરી સુશાંત સિંહની આત્મા સાથે વાત, જાણો શું કહ્યું આત્માએ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં આજે પણ તેમના ચાહકો આઘાતમાં છે. આવામાં પ્રખ્યાત પેરાનોર્મલ નિષ્ણાત સ્ટીવ હફે સુશાંતની આત્મા સાથે વાત કરી હોવાનો દાવો કર્યો છે. સ્ટીવના જણાવ્યા અનુસાર સુશાંતના ચાહકો તેને સંદેશા અને ઇમેઇલ્સ દ્વારા મદદ માટે પૂછતા હતા.  સ્ટીવ હફે એક યંત્રની મદદથી […]

Uncategorized
5e512fc510248af054594ec68a945ceb Video/ આ વ્યક્તિએ કરી સુશાંત સિંહની આત્મા સાથે વાત, જાણો શું કહ્યું આત્માએ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં આજે પણ તેમના ચાહકો આઘાતમાં છે. આવામાં પ્રખ્યાત પેરાનોર્મલ નિષ્ણાત સ્ટીવ હફે સુશાંતની આત્મા સાથે વાત કરી હોવાનો દાવો કર્યો છે. સ્ટીવના જણાવ્યા અનુસાર સુશાંતના ચાહકો તેને સંદેશા અને ઇમેઇલ્સ દ્વારા મદદ માટે પૂછતા હતા. 

સ્ટીવ હફે એક યંત્રની મદદથી સુશાંતની આત્મા સાથે વાત કરવાનો દાવો કર્યો છે. તેણે પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો શેર કર્યો છે. એમાં એમ પણ કહ્યું કે સુશાંતનો અવાજ ખૂબ જ સ્ટ્રોંગ હતો.. સ્ટીવ તેની પોસ્ટમાં લખ્યું- ‘હજારો વિનંતીઓ પછી આ તમારા માટે છે. તે એક અતુલ્ય સત્ર હતું. તેણે મને સીધા જવાબો આપ્યા. પહેલા કરતાં અને તેના પોતાના અવાજમાં સ્પષ્ટ. હું જલ્દી જ બીજું સત્ર કરીશ, જેમાં ઘણા વધુ ઉંડા પ્રશ્નો પૂછવા પડશે. ‘

સ્ટીવે સુશાંતનું નામ લઇને પૂછ્યું કે, ‘તમને યાદ છે તમારું મૃત્યુ કેવી રીતે થયું?’ ત્યારબાદ યંત્ર માંથી એક અવાજ આવે છે. ‘અહિ ઘણો પ્રકાશ છે, તેમને કહો મને પ્રકાશ મળી ગયો. હવે આ રોશની ઓછી થઇ રહી છે. તેઓ તમને જોઈ રહ્યા છે. હું ખરેખર ભગવાનને મળવા માગતો હતો. તમે જાણો છો હું તેમને શું કહેવા માગું છું.

સ્ટીવે સુશાંતની આત્માને સૌથી અઘરો પ્રશ્ન પૂછ્યો કે, ‘તમે તમારો જીવ કેમ લીધો?’ તો ડિવાઈસમાંથી અવાજ આવ્યો-‘બદલાવ માટે’. વીડિયોના અંતમાં સ્ટીવે કહ્યું કે, સુશાંત એકલો નહોતો, તેની પાસે અન્ય બે આત્માઓ પણ હતા. તેમાંથી એક પુરુષ અને એક મહિલા હતી.

સ્ટીવ કહે છે કે તે 10 વર્ષથી આત્મા સાથે વાત કરી રહ્યો છે. આ માટે, તેમણે એક મશીન બનાવ્યું છે જે આત્માઓના અવાજને સંભળાવશે. આપને જણાવી દઈએ કે સ્ટીવ, પેટ્રિક સુએઝ અને માઇકલ જેક્સને આત્માઓ સાથે આવી રીતે વાત કરવાનું સત્ર કર્યું હોવાનો દાવો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.