Not Set/ ભાગેડુ વિજય માલ્યા માટે સુપ્રીમ કોર્ટથી આવ્યા ખરાબ સમાચાર, જાણો તેની કઇ અરજી ફગાવી

  બેંકોની લોન પર ડિફોલ્ટ થયેલી કિંગફિશર એરલાઇન્સનાં માલિક વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કોર્ટની તિરસ્કાર અંગેની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 2017 નાં નિર્ણય પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. આપને જણાવી દઈએ કે, માલ્યાએ કોર્ટનાં આદેશનો અનાદર કર્યો હતો અને તેના બાળકોનાં નામે 4 કરોડ […]

Uncategorized
20497d8a8057ec0d315155657d2a9e73 1 ભાગેડુ વિજય માલ્યા માટે સુપ્રીમ કોર્ટથી આવ્યા ખરાબ સમાચાર, જાણો તેની કઇ અરજી ફગાવી
 

બેંકોની લોન પર ડિફોલ્ટ થયેલી કિંગફિશર એરલાઇન્સનાં માલિક વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કોર્ટની તિરસ્કાર અંગેની સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 2017 નાં નિર્ણય પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. આપને જણાવી દઈએ કે, માલ્યાએ કોર્ટનાં આદેશનો અનાદર કર્યો હતો અને તેના બાળકોનાં નામે 4 કરોડ યુએસ ડોલર ટ્રાન્સફર કર્યા હતા, જેના આધારે સુપ્રીમ કોર્ટે મે 2017 માં માલ્યાને કોર્ટની અવમાન માટે દોષી ઠેરવ્યા હતા.

કોર્ટનાં આ નિર્ણય બાદ માલ્યાએ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી, જેના પર જસ્ટિસ યુયુ લલિત અને અશોક ભૂષણની ખંડપીઠે ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે દરમિયાન જણાવ્યુ હતુ કે, વિજય માલ્યા પર બે મોટા આક્ષેપો છે, પહેલું એ કે તેણે પોતાની સંપત્તિ જાહેર કરી ન હોતી અને બીજુ સંપત્તિ ખોટી રીતે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે આજે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

આ પણ વાંચો – જેલોમાં બંધ મુસ્લિમોની સંખ્યા પર ઓવૈસીએ આપી પ્રતિક્રિયા – પ્રણાલીગત અન્યાયનો આ બીજો પુરાવો

કોર્ટે આ આદેશ 2017 માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં નેતૃત્વવાળા બેંકોનાં જૂથની અરજી પર આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, માલ્યાએ વિવિધ ન્યાયિક આદેશોનું “ઉલ્લંઘન” કર્યુ હતું અને બ્રિટીશ કંપની ડિયાજિયો પાસેથી મળેલા 4 કરોડ અમેરિકન ડોલર તેમના બાળકોનાં ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. વિજય માલ્યા 9,000 કરોડ રૂપિયાનાં બેંક લોન ડિફોલ્ટ કેસમાં આરોપી છે. માલ્યા 2 માર્ચ, 2016 નાં રોજ ભારતથી લંડન નીકળી ગયો હતો. યુકેની પોલીસ, સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા 18 એપ્રિલ 2017 નાં રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, લંડનની એક અદાલતે તેને થોડા જ કલાકોમાં જામીન પર મુક્ત કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.