Not Set/ ભાયલી, બીલ, સમિયાલા સહિતનાં ગામો ત્રસ્ત

વડોદરાની આસપાસ આવેલા ભાયલી, બીલ, સમિયાલા સહિતનાં ગામો છેલ્લા ઘણાં વર્ષોથી પાલિકાનાં પાપે હેરાન ગતિનો સામનો કરી રહ્યા છે.  વાસ્તવમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી વરસાદી પાણીનાં નિકાલ માટે જે કાંસો બનાવી છે તે શહેર ને અડીને આવેલા ગામો પાસેથી પસાર થાય છે…જોકે આ કાંસોમાં ડ્રેનેજ લાઇન જોડી દેવામાં આવતા કાંસોમાં દૂષિત પાણી વહી રહ્યું છે. […]

Uncategorized

વડોદરાની આસપાસ આવેલા ભાયલી, બીલ, સમિયાલા સહિતનાં ગામો છેલ્લા ઘણાં વર્ષોથી પાલિકાનાં પાપે હેરાન ગતિનો સામનો કરી રહ્યા છે.  વાસ્તવમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી વરસાદી પાણીનાં નિકાલ માટે જે કાંસો બનાવી છે તે શહેર ને અડીને આવેલા ગામો પાસેથી પસાર થાય છે…જોકે આ કાંસોમાં ડ્રેનેજ લાઇન જોડી દેવામાં આવતા કાંસોમાં દૂષિત પાણી વહી રહ્યું છે.  જે ગામો પાલિકાની હદમાં આવતા નહોવા છતાં આ ગામોનાં રહીશોને આ દૂષિત પાણી ને કારણે સ્વાસ્થ્ય સહિત ની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે…જોકે આ અંગે ગામલોકો દ્વારા અગાઉ પાલિકા સત્તાધિશોને વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી તેનો ઉકેલ નથી લવાયો…તો બીજી તરફ ચોમાસામાં પણ ગામ લોકોને આ મુશ્કેલી વેઠવી ન પડે તે માટે બુધવારે કોંગ્રેસનાં પૂર્વધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ તેમજ પાલિકામાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની માં મ્યુ.કમિશ્નર ને રજુઆત કરવામાં આવી હતી. સાથે જ સમસ્યાનો બે દિવસમાં ઉકેલ લાવી ગ્રામજનોને ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે અલ્ટીમેટમ આપ્યું હતું.