Not Set/ ભારતમાં કોમ્યુનિટી ટ્રાંસમિશનને લઇને એલર્ટ! વિશેષજ્ઞોએ કહ્યુ- કોરોનાને રોકવામાં સરકાર ફેલ

આજથી દેશમાં લોકડાઉનનો પાંચમો તબક્કો શરૂ થઈ ગયો છે. દરમિયાન, હવે ભારતમાં નિષ્ણાતોએ પણ કોરોના વાયરસનાં કમ્યુનિટી સંક્રમણનો ભય વ્યક્ત કર્યો છે. કોરોના ચેપને રોકવા માટે સ્થાપિત રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનાં નિષ્ણાંતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું છે કે, હવે ભારતનાં ઘણાં ઝોનમાં કોરોનાનાં કમ્યુનિટી સંક્રમણ થઇ રહ્યા છે, તેથી તે માનવું ખોટું […]

India
1927a7af73e6c0b498bb5e297cbd0a2f 1 ભારતમાં કોમ્યુનિટી ટ્રાંસમિશનને લઇને એલર્ટ! વિશેષજ્ઞોએ કહ્યુ- કોરોનાને રોકવામાં સરકાર ફેલ

આજથી દેશમાં લોકડાઉનનો પાંચમો તબક્કો શરૂ થઈ ગયો છે. દરમિયાન, હવે ભારતમાં નિષ્ણાતોએ પણ કોરોના વાયરસનાં કમ્યુનિટી સંક્રમણનો ભય વ્યક્ત કર્યો છે. કોરોના ચેપને રોકવા માટે સ્થાપિત રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનાં નિષ્ણાંતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું છે કે, હવે ભારતનાં ઘણાં ઝોનમાં કોરોનાનાં કમ્યુનિટી સંક્રમણ થઇ રહ્યા છે, તેથી તે માનવું ખોટું હશે કે હાલનાં કોરોનાને નિયંત્રિત કરવું શક્ય છે. કોવિડ-19 પર રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનાં સભ્યોએ પણ કોરોના ચેપ સાથે કામ કરવામાં સરકારનાં વલણની ટીકા કરી છે.

ભારતમાં કમ્યુનિટી ટ્રાંસમિશનનાં પુરાવા અગાઉ પણ મળ્યાં હતાં. એપ્રિલમાં ભારતની મેડિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આઈસીએમઆર એ આ તરફ ધ્યાન દોર્યું હતું. જો કે, તે સમયે આરોગ્ય મંત્રાલયે તેની અવગણના કરી હતી. એપ્રિલમાં, રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે કોરોના રોગચાળા પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી હતી. 25 મે નાં રોજ ત્રણ જાણીતી તબીબી સંસ્થાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના રોગચાળાને કાબૂમાં લેવા કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિઓની ટીકા કરી હતી.

વડા પ્રધાન મોદીને પત્ર લખનારા લોકોમાં આરોગ્ય મંત્રાલયનાં ભૂતપૂર્વ સલાહકારો, એઈમ્સ, બીએચયુ, જેએનયુનાં ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યાપકોનો સમાવેશ થાય છે. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં ડૉ.ડી.સી.એસ. રેડ્ડી પણ છે. ડૉ. રેડ્ડીએ કોરોના પર અભ્યાસ માટે સ્થાપિત સમિતિનાં વડા છે. દિલ્હીનાં એઈમ્સમાં કમ્યુનિટી મેડિસિનનાં વડા અને સંશોધન જૂથનાં સભ્ય ડૉ.શશીકાંતે પણ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે, આ પત્ર ત્રણ તબીબી સંસ્થાઓ દ્વારા જારી કરાયેલ સંયુક્ત નિવેદન છે, તે કોઈ ખાનગી અભિપ્રાય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.