Not Set/ ભારતે ઈન્ટરનેટ યૂઝર્સ મામલે ઈન્ડિયાને છોડ્યું પાછળ, શહેર અને ગ્રામીણ ભારતનો તફાવત ભૂંસાયો

ઈન્ટરનેટનાં વપરાશની બાબતમાં ગ્રામીણ ભારતે શહેરી ભારતને ખૂબ પાછળ છોડી દીધું છે. આ ફેરફાર સ્માર્ટફોન અને સસ્તા ઈન્ટરનેટ કનેક્શનની મદદથી શક્ય બન્યું છે. ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાનાં આંકડા દર્શાવે છે કે શહેરો કરતા ગામોમાં 10 ટકા વધુ ઈન્ટરનેટનો ઉપયોગ થાય છે. એટલે કે, ઈન્ટરનેટ યૂઝર્સનાં કિસ્સામાં, ભારતમાં ગામડાઓ શહેરો કરતા આગળ છે. આંકડા […]

India
227a26c90a6e0d3b79c2941529711bfa 1 ભારતે ઈન્ટરનેટ યૂઝર્સ મામલે ઈન્ડિયાને છોડ્યું પાછળ, શહેર અને ગ્રામીણ ભારતનો તફાવત ભૂંસાયો

ઈન્ટરનેટનાં વપરાશની બાબતમાં ગ્રામીણ ભારતે શહેરી ભારતને ખૂબ પાછળ છોડી દીધું છે. આ ફેરફાર સ્માર્ટફોન અને સસ્તા ઈન્ટરનેટ કનેક્શનની મદદથી શક્ય બન્યું છે. ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાનાં આંકડા દર્શાવે છે કે શહેરો કરતા ગામોમાં 10 ટકા વધુ ઈન્ટરનેટનો ઉપયોગ થાય છે. એટલે કે, ઈન્ટરનેટ યૂઝર્સનાં કિસ્સામાં, ભારતમાં ગામડાઓ શહેરો કરતા આગળ છે. આંકડા મુજબ, શહેરી વિસ્તારોમાં, જ્યાં 20 કરોડ 50 લાખ વસ્તી ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, ગ્રામીણ વિસ્તારોમાં 22 કરોડ 70 લાખ વસ્તી ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ માહિતી સંસ્થા દ્વારા કરાયેલા સર્વેમાં બહાર આવી છે.

માનવામાં આવે છે કે, આ ફેરફાર પાછળ સ્માર્ટફોન અને હાઇ સ્પીડ ઈન્ટરનેટ એક મોટું કારણ છે. આ વર્ષે જાન્યુઆરીમાં, ભારતનાં સ્માર્ટફોન માર્કેટે પ્રથમ વખત યુ.એસ. માર્કેટને પાછળ છોડી દીધું હતું અને તે ચીન પછીનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ બની ગયું છે. ભારતમાં હાલમાં 50 કરોડ 40 લાખ ઈન્ટરનેટ યૂઝર્સ છે, જે ચીન પછી વિશ્વનાં બીજા સૌથી વધુ યૂઝર્સ છે. ચીનમાં વિશ્વમાં સૌથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ છે અને તેમની સંખ્યા લગભગ 85 કરોડ છે.

આંકડાઓ મુજબ ભારતમાં ઈન્ટરનેટનાં યૂઝર્સ સૌથી વધુ આજે ગામડાઓમાં છે, જ્યારે શહેરોમાં તેના કરતા ઓછા જોવા મળી રહ્યા છે. જે એક ચોંકાવનાગી બાબત સામે આવી છે. જો કે હવે શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચેનો તફાવત ભૂંસાઈ રહ્યો હોય તેવું લાગે છે. ભારતમાં સૌ પ્રથમવાર, શહેરી વિસ્તારો કરતા ગ્રામીણ વિસ્તારોમાં વધુ ઈન્ટરનેટ યૂઝર્સ છે. નવેમ્બર 2019 સુધીમાં, ગ્રામીણ ભારતમાં 22 કરોડ 70 લાખ ઈન્ટરનેટ યૂઝર્સ છે જ્યારે શહેરી ભારતમાં 20 કરોડ 50 લાખ ઈન્ટરનેટ યૂઝર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.