Not Set/ ભારત અને ચીનનાં તણાવ વચ્ચે આર્મી ચીફ પહોંચ્યા લદ્દાખ, પેંગોંગમાં સામ-સામે છે સેનાઓ

ભારત અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. દરમિયાન આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે આજે સવારે લદ્દાખ પહોંચ્યા છે. જ્યાં તેઓએ દક્ષિણ પેંગોંગ અને અન્ય સ્થળોએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીનની સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. ભારતે ફરી એકવાર ચીનની ઘૂસણખોરીની વાત કરી છે. જે બાદ હવે લશ્કરી પ્રમુખે […]

Uncategorized
aa31cf43a108988d82539ed6418556de 1 ભારત અને ચીનનાં તણાવ વચ્ચે આર્મી ચીફ પહોંચ્યા લદ્દાખ, પેંગોંગમાં સામ-સામે છે સેનાઓ

ભારત અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. દરમિયાન આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે આજે સવારે લદ્દાખ પહોંચ્યા છે. જ્યાં તેઓએ દક્ષિણ પેંગોંગ અને અન્ય સ્થળોએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે.

છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીનની સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. ભારતે ફરી એકવાર ચીનની ઘૂસણખોરીની વાત કરી છે. જે બાદ હવે લશ્કરી પ્રમુખે લદ્દાખની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. અહીં નરવાણે ઓપરેશનલ મુદ્દાઓ અને જમીનની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. તે જ સમયે, સરહદ પર તણાવની વચ્ચે, દિલ્હીમાં મીટિંગોના રાઉન્ડ ચાલુ છે.

દરમિયાન ભારતે ફરીથી લદ્દાખના પેંગોંગ વિસ્તારમાં નોર્થ ફિંગર 4 પર કબજો કર્યો છે. જૂન મહિના પછી પ્રથમ વખત, આ વિસ્તાર પર ભારતીય સૈન્યનો સંપૂર્ણ કબજો છે. હવે અહીંથી નજીકની ચીની પોસ્ટ ફિંગર 4 ના પૂર્વ ભાગમાં છે, જે ભારતીય સૈન્યની સ્થિતિથી થોડે દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.