Not Set/ ભારત અને શ્રીલંકા વચ્ચે ગુરુવારે બીજી વન ડે રમવામાં આવી

ભારત અને શ્રીલંકા વચ્ચે ગુરુવારે બીજી વન ડે રમવામાં આવી હતી.. આ મેચમાં ભારતે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું હતું… આ રોમાંચક મેચમાં ભારતને જીત માટે શ્રીલંકા દ્વારા 231 રનનો પડકાર આપવામાં આવ્યો હતો… જેનો પીછો કરવા માટે ભારતના ખેલાડીઓ મેદાનમાં આવ્યા હતા.. જો કે મેચની શરૂઆત સારી ન હતી… એક સમયે ભારતની 131 રનમાં 7 […]

World Sports

ભારત અને શ્રીલંકા વચ્ચે ગુરુવારે બીજી વન ડે રમવામાં આવી હતી.. આ મેચમાં ભારતે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું હતું… આ રોમાંચક મેચમાં ભારતને જીત માટે શ્રીલંકા દ્વારા 231 રનનો પડકાર આપવામાં આવ્યો હતો… જેનો પીછો કરવા માટે ભારતના ખેલાડીઓ મેદાનમાં આવ્યા હતા.. જો કે મેચની શરૂઆત સારી ન હતી… એક સમયે ભારતની 131 રનમાં 7 વિકેટ પડી ગઇ હતી… ત્યાર બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને ભૂવનેશ્વર કુમારે આઠમી વિકેટ માટે 100 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી… જેમા ભારત તરફથી રોહિત શર્માએ 54 રન, ભૂવનેશ્વર કુમારે 53 રન અણનમ અને ધોનીએ 45 રન અણનમ રહીને બનાવ્યા હતા… આ મેચમાં શ્રીલંકા તરફથી અકિલા ધનંજયે સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી.. ત્યારે હવે ભારત પાંચ મેચની સીરિઝમાં 2-0થી આગળ થઇ ગયુ છે… ત્યાર બાદ હવે ત્રીજી વન ડે મેચ 27 ઓગસ્ટે પલ્લેકેલમાં યોજાશે….