Not Set/ ભારત-ચીન તણાવ પર બ્રિટનનાં PM બોરિસ જ્હોન્સને ચિંતા વ્યક્ત કરી

હવે ભારત અને ચીન વચ્ચે હાલમાં ચાલી રહેલા તણાવ પર બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું નિવેદન સામે આવ્યું છે. જ્હોન્સને પૂર્વ લદ્દાખમાં તણાવને ‘ખૂબ જ ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ‘ ગણાવી હતી અને ભારત અને ચીનને તેમના સરહદનાં પ્રશ્નોનાં સમાધાન માટે વાટાઘાટો કરવા હાકલ કરી હતી. બોરિસ જ્હોન્સને કહ્યું કે, બ્રિટન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું […]

World
607ad5e5153ea5e78ddb76257ba63b02 ભારત-ચીન તણાવ પર બ્રિટનનાં PM બોરિસ જ્હોન્સને ચિંતા વ્યક્ત કરી

હવે ભારત અને ચીન વચ્ચે હાલમાં ચાલી રહેલા તણાવ પર બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું નિવેદન સામે આવ્યું છે. જ્હોન્સને પૂર્વ લદ્દાખમાં તણાવને ખૂબ જ ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિગણાવી હતી અને ભારત અને ચીનને તેમના સરહદનાં પ્રશ્નોનાં સમાધાન માટે વાટાઘાટો કરવા હાકલ કરી હતી.

બોરિસ જ્હોન્સને કહ્યું કે, બ્રિટન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બુધવારે હાઉસ ઓફ કોમન્સનાં સાપ્તાહિક ‘Prime Minister Questions’ દરમિયાન જ્હોનસનનું આ મુદ્દે પ્રથમ સત્તાવાર નિવેદન આવ્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીનાં સાંસદ ફ્લિક ડ્રમંન્ડે એક રાષ્ટ્રમંડળ સભ્ય અને વિશ્વનાં સૌથી મોટા લોકશાહીવચ્ચેનાં વિવાદ પર બ્રિટનનાં હિતો પરના પ્રભાવ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. જેના પર જ્હોન્સને પૂર્વ લદ્દાખમાં તણાવને ખૂબ ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિગણાવી હતી અને કહ્યું હતું કે, બ્રિટન આની નજીકથી નજર રાખી રહ્યું છે. જ્હોન્સને કહ્યું, “સંભવતઃ સૌથી સારી વાત હું કહી શકું છું કે અમે સરહદ પરનાં પ્રશ્નોનાં સમાધાન માટે બંને પક્ષોને વાટાઘાટ કરવા દબાણ કરી રહ્યા છીએ.”

નવી દિલ્હીમાં બુધવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં ગતિરોધવાળા બિંદુઓથી સૈનિકોનાં હટા પર પહેલા બનેલી સહમતિ પર તુરંત કામ કરવા પર સહમત થયા જેથી સીમાવર્તી વિસ્તારોમાં શાંતિનાં માહોલ સુનિશ્ચિત કરવામાં મદદ મળી શકે. પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ- એલએસી પર તણાવ ઓછો કરવાના માર્ગો પર બંને પક્ષોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજદ્વારી વાટાઘાટો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.