Not Set/ ભારત-ચીન મુદ્દે સમગ્ર દેશ ભારતીય સેના સાથે છે : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન મુદ્દે કહ્યું હતું કે, સમગ્ર દેશ ભારતીય સૈન્યની સાથે છે. વડા પ્રધાને કહ્યું હતું કે, “હું ગૌરવ સાથે જણાવવા માંગુ છું કે લદ્દાખમાં આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે, તે આ પરાક્રમ બિહાર […]

India
0b89c7b92dec0ba1c2e575954afb7a5f 1 ભારત-ચીન મુદ્દે સમગ્ર દેશ ભારતીય સેના સાથે છે : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન મુદ્દે કહ્યું હતું કે, સમગ્ર દેશ ભારતીય સૈન્યની સાથે છે. વડા પ્રધાને કહ્યું હતું કે, “હું ગૌરવ સાથે જણાવવા માંગુ છું કે લદ્દાખમાં આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે, તે આ પરાક્રમ બિહાર રેજિમેન્ટની છે, દરેક બિહારીને તેનો ગર્વ છે. જે સૈનિકોએ બલિદાન આપ્યું છે તેમને હુ શ્રદ્ધાંજલિ આપું છું.

પ્રવાસીઓને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોનાનું આટલું મોટું સંકટ, જેનાથી સમગ્ર દુનિયા હચમચી ઉઠી, ડરી ગઇ, પરંતુ તમે મક્કમ રહ્યા. ભારતનાં ગામડાઓમાં જે રીતે કોરોનાનો સામનો કરવામાં આવ્યો તેણે શહેરોને પણ મોટો પાઠ આપે છે. આ સમય દરમિયાન, જે જ્યા હતા ત્યાં તેમને મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અમે અમારા શ્રમજીવી ભાઇ-બહેનો માટે ખાસ મજૂર ટ્રેનો પણ ચલાવી હતી. ખરેખર તમારી સાથે વાત કરતા આજે તમારી ઉર્જા પણ અનુભવું છું. આજે, તમે બધા સાથે વાત કર્યા પછી, થોડી રાહત અને સંતોષ પણ મળી છે. જ્યારે કોરોના રોગચાળોનું સંકટ વધવાનું શરૂ થયું, ત્યારે તમે બધા, પછી કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર બંને ચિંતિત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.