Not Set/ ભારત માતાને લાલ આંખ બતાવનારાઓને જવાનોએ શીખવાડી દીધો સબક

લદ્દાખની ગલવાન ખીણમાં ભારત-ચીન હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આ જ બાબતે સર્વપક્ષીય બેઠક બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે આપણી સરહદોનું રક્ષણ કરવા માળખાગત વિકાસને મહત્વ આપ્યું છે. આપણા સશસ્ત્ર દળોની જરૂરિયાતો, ફાઇટર એરક્રાફ્ટ હોય, અદ્યતન હેલિકોપ્ટર હોય કે પછી […]

India

લદ્દાખની ગલવાન ખીણમાં ભારત-ચીન હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આ જ બાબતે સર્વપક્ષીય બેઠક બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે આપણી સરહદોનું રક્ષણ કરવા માળખાગત વિકાસને મહત્વ આપ્યું છે.

આપણા સશસ્ત્ર દળોની જરૂરિયાતો, ફાઇટર એરક્રાફ્ટ હોય, અદ્યતન હેલિકોપ્ટર હોય કે પછી મિસાઇલ સંરક્ષણ પ્રણાલી હોય, તેને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે ચીન સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા પછી પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય. ચીનનું નામ લીધા વિના પીએમ મોદીએ તેને બે શબ્દોમાં કહ્યું, આજે આપણી પાસે એવી ક્ષમતા છે કે કોઈ પણ આપણી એક ઇંચ જમીન તરફ આંખ ઉઠાવીને જોઈ શકશે નહીં. આજે ભારતીય સેના વિવિધ ક્ષેત્રે સાથે મળીને આગળ વધવાની ક્ષમતા ધરાવે છે. પીએમએ વધુમાં કહ્યું કે આપણી સરહદમાં કોઈએ પ્રવેશ કર્યો નથી, અને આપણી કોઈ પણ પોસ્ટ અન્ય કોઈનાં કબજામાં નથી લદ્દાખમાં આપણા 20 બહાદુર શહીદો શહીદ થયા હતા, પરંતુ જે લોકોએ ભારત માતાની તરફ આંખ ઉઠાવીને જોયુ હતુ તેમને પાઠ ભણાવવામાં આવ્યો હતો.

સર્વપક્ષીય બેઠક દરમિયાન પીએમ મોદીએ વિશ્વને સંદેશ આપ્યો હતો કે, ગોઠવણ હોય, એક્શન હોય કે કાઉન્ટર એક્શન હોય.. હવાઈ-ભૂમિ-દરિયામાં અમારી સેનાઓને દેશની રક્ષા માટે જે કરવુ છે, તે કરી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી, દેશે તેની સરહદોને સુરક્ષિત કરવા માટે સરહદી વિસ્તારોમાં માળખાગત વિકાસને પ્રાધાન્ય આપ્યું છે અમે લશ્કરી વિમાનો, આધુનિક હેલિકોપ્ટર, મિસાઇલ સંરક્ષણ પ્રણાલી વગેરે પર અમે ધ્યાન આપ્યુ છે. પીએમએ વધુમાં કહ્યું કે, જે વિસ્તારોમાં પહેલા બહુ નજર નહોતી રહેતી હવે હવે ત્યા પણ આપણા સૈનિકો સારી રીતે દેખરેખ રાખી શકે છે અને સારી પ્રતિક્રિયા આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.