Not Set/ ભારત સરકારનાં દૂરસંચાર વિભાગે લીધો નિર્ણય, BSNL 4 G અપડેટ માટે ચીની ચીજોનો નહી કરે ઉપયોગ

ભારત સરકારનાં દૂરસંચાર વિભાગે નિર્ણય લીધો છે કે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) નાં 4 જી ઉપકરણોને અપગ્રેડ કરવા માટે ચીની ચીજોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સરકારી સુત્રોનાં જણાવ્યાં અનુસાર મંત્રાલયે સુરક્ષાનાં કારણોસર બીએસએનએલને ચીની ચીજોનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. સુત્રોનાં જણાવ્યાં અનુસાર, વિભાગે સંચાર વિભાગ નિગમ લિમિટેડ (બીએસએનએલ) તેમજ એમટીએનએલને 4 જીનાં અમલીકરણમાં […]

India
a4d86902aa665939c6ec7c7292248fcb 1 ભારત સરકારનાં દૂરસંચાર વિભાગે લીધો નિર્ણય, BSNL 4 G અપડેટ માટે ચીની ચીજોનો નહી કરે ઉપયોગ

ભારત સરકારનાં દૂરસંચાર વિભાગે નિર્ણય લીધો છે કે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) નાં 4 જી ઉપકરણોને અપગ્રેડ કરવા માટે ચીની ચીજોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સરકારી સુત્રોનાં જણાવ્યાં અનુસાર મંત્રાલયે સુરક્ષાનાં કારણોસર બીએસએનએલને ચીની ચીજોનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે.

સુત્રોનાં જણાવ્યાં અનુસાર, વિભાગે સંચાર વિભાગ નિગમ લિમિટેડ (બીએસએનએલ) તેમજ એમટીએનએલને 4 જીનાં અમલીકરણમાં ઉપયોગમાં લેવાતા તમામ ચાઇનીઝ ડિવાઇસીઝ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ખાનગી મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા ડિવાઇસીઝ પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે વિચારણા કરી રહ્યું છે.

જણાવી દઇએ કે, હાલમાં એરટેલ અને વોડાફોન આઇડિયા જેવી ટેલિકોમ કંપની ચીની કંપની હ્યુઆવેઇ સાથે કામ કરી રહી છે, જ્યારે બીએસએનએલ હાલમાં નેટવર્કમાં ચીની ઝેડટીઈ સાથે કામ કરી રહી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે સ્થિતિ તંગ રહે છે. સોમવારે રાત્રે, ગલવાન ખીણમાં બંને દેશોનાં સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા જ્યારે ચીની સૈન્યનાં જવાન પણ શહીદ થયા હતા અથવા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચીને તેની તરફથી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.