Not Set/ ભારે વરસાદથી મુંબઈવાસીઓ પરેશાન

મુંબઇમાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે. રેલ, ટ્રેન અને માર્ગ સહિતનો વાહન વ્યવહાર ખોરવાતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. 20 ઈંચ વરસાદ અને ભરતીની સ્થિતિને પગલે મુંબઇમાં રેડ એલર્ટ જારી કરી દેવાયું છે. કુદરતના પ્રકોપ સામે સેટેલાઇટ અને મેગા પોલિસ સ્ટેન્ડબાય છે…તો બીજી તરફ અનેક ટ્રેન અને હવાઇ […]

India
vlcsnap error465 ભારે વરસાદથી મુંબઈવાસીઓ પરેશાન

મુંબઇમાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત બની ગયું છે. રેલ, ટ્રેન અને માર્ગ સહિતનો વાહન વ્યવહાર ખોરવાતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. 20 ઈંચ વરસાદ અને ભરતીની સ્થિતિને પગલે મુંબઇમાં રેડ એલર્ટ જારી કરી દેવાયું છે. કુદરતના પ્રકોપ સામે સેટેલાઇટ અને મેગા પોલિસ સ્ટેન્ડબાય છે…તો બીજી તરફ અનેક ટ્રેન અને હવાઇ સેવાઓ રદ કરાઇ છે..મુંબઈમાં સર્જાયેલા મેઘતાંડવમાં 2 બાળકો સહિત 5ના મોત થયાના અહેવાલ છે…તો બીજી તરફ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ઘૂસી ગયાં છે…જો કે આગામી 48 કલાક ભારે હોવાને કારણે સરકારે એડવાઇઝરી જારી કરીને લોકોને ઘર અથવા ઓફિસમાંથી બહાર ન નીકળવા સલાહ આપી છે…સાથેજ એનડીઆરએફની ટીમ અને ઈન્ડિયન આર્મી દ્વારા સ્થાનિકોને ચા અને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામા આવ્યું છે…સતત ત્રણ દિવસથી ચાલતા વરસાદે મુંબઈવાસીઓને મુશ્કેલીમાં મુકી દીધા અને તેમને 2005ના જુલાઈમાં થયેલા વરસાદની યાદ અપાવી દીધી. મુંબઈમાં સૌથી વધુ વરસાદ સાંતાક્રૂઝ વિસ્તારમાં નોંધાયો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોની સાથે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું….જેના કારણે જનજીવન ખોરવાયું છે…થાણેમાં ભારે વરસાદના પગલે રેલવે વ્યવહાર ખોરવાયુ છે…રેલવેના પાટા પાણીમાં ગરકાવ થઇ ગયા છે…જેના કારણે મુસાફરો રેલવે સ્ટેશનમાં અટવાયા છે…ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે…ઠેર ઠેર પાણી ભરાતાં થાણે જાણે નદીમાં ફેરવાઈ હોય તેવુ લાગી રહ્યું છે