Not Set/ ભારે વિરોધ બાદ પણ ખેડૂતોથી સંબંધિત ત્રણેય બિલો રાજ્યસભામાંથી પસાર

  રાજ્યસભામાં આજે ખેડૂતોને લગતા બિલને લઈને ભારે હંગામો થયો હતો. ગૃહમાં રજૂ કરાયેલ ખેડૂતોને લગતા ત્રણ બિલનો આજે વિપક્ષે કડક વિરોધ કર્યો હતો. પરંતુ ભારે વિરોધ કરવા છતા રાજ્યસભામાં ત્રણેય બિલ પસાર થઈ ગયા છે. ત્રણેય બિલ ધ્વનિ મતનાં આધારે ગૃહમાં પસાર કરાયા હતા. આવી સ્થિતિમાં બંને ગૃહોમાં આ બિલ પસાર થયા બાદ હવે […]

Uncategorized
4735d7c9e2329d27e02e90e2c2415060 1 ભારે વિરોધ બાદ પણ ખેડૂતોથી સંબંધિત ત્રણેય બિલો રાજ્યસભામાંથી પસાર
 

રાજ્યસભામાં આજે ખેડૂતોને લગતા બિલને લઈને ભારે હંગામો થયો હતો. ગૃહમાં રજૂ કરાયેલ ખેડૂતોને લગતા ત્રણ બિલનો આજે વિપક્ષે કડક વિરોધ કર્યો હતો. પરંતુ ભારે વિરોધ કરવા છતા રાજ્યસભામાં ત્રણેય બિલ પસાર થઈ ગયા છે. ત્રણેય બિલ ધ્વનિ મતનાં આધારે ગૃહમાં પસાર કરાયા હતા. આવી સ્થિતિમાં બંને ગૃહોમાં આ બિલ પસાર થયા બાદ હવે રાષ્ટ્રપતિની સહીની ઔપચારિકતા બાકી છે, જે પછી આ ત્રણેય બિલો કાયદાનું સ્વરૂપ લેશે.

સરકાર દ્વારા ગૃહમાં લાવવામાં આવેલા આ ત્રણેય બિલોનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. ભારે હંગામા વચ્ચે આ બિલને પ્રથમ લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ ભાજપનાં સૌથી જુના સાથી શિરોમણી અકાલી દળે આ બિલનાં વિરોધમાં સરકારને ટેકો આપ્યો ન હતો અને બિલનાં વિરોધમાં અકાલી દળનાં સાંસદ અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. વળી પક્ષનાં નેતા નરેશ ગુજરાલે સરકારને ચેતવણી આપી હતી કે, તે સમજવું ન જોઈએ કે પંજાબનાં ખેડૂત નબળા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બિલોને કાળો કાયદો ગણાવીને તેને ખેડૂત વિરોધી ગણાવ્યો હતો. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ટ્વીટ કરીને ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે, તેમજ કૃષિ બિલને કાળો કાયદો ગણાવ્યો છે. રાહુલે ટ્વીટ કરીને લખ્યું છે કે, મોદી સરકારનાં કૃષિ વિરોધી કાળા કાયદાથી ખેડૂતોને: 1. એપીએમસી/ફાર્મર્સ માર્કેટ ખતમ થયા બાદ એમએસપી કેવી રીતે મળશે? 2. એમ.એસ.પી. ની ખાતરી કેમ નથી? મોદીજી ખેડૂતોને મૂડીવાદીઓનાં ગુલામબનાવી રહ્યા છે, જેને દેશ ક્યારેય સફળ થવા દેશે નહીં. રાહુલે પોતાની ટ્વિટમાં #KisanVirodhiNarendraModi હેશટેગનો ઉપયોગ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.