Not Set/ ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય ત્રણ દિવસ બાયોમેડીકલ સાયન્સ કોન્ફરન્સ

ભાવનગરઃ શહેરના આંગણે આગામી તારીખ ૬ ડિસેમ્બરથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કક્ષાની બાયોમેડીકલ સાયન્સ કોન્ફરન્સ યોજાનાર છે. સરકારી મેડીકલ કોલેજ ભાવનગર અને બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઇસ્કોન ક્લબ ખાતે યોજાનાર આ સેમીનારમાં દેશના ૨૦ રાજ્યો અને પાંચ દેશોના તબીબો અને વૈજ્ઞાનિકો આ કોન્ફરન્સમાં હાજરી આપશે. કલા અને સાહિત્યની નગરી એવા ભાવનગરની યશકલગીમાં વધુ એક છોગું […]

Uncategorized
testata applications biomedical ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય ત્રણ દિવસ બાયોમેડીકલ સાયન્સ કોન્ફરન્સ

ભાવનગરઃ શહેરના આંગણે આગામી તારીખ ૬ ડિસેમ્બરથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કક્ષાની બાયોમેડીકલ સાયન્સ કોન્ફરન્સ યોજાનાર છે. સરકારી મેડીકલ કોલેજ ભાવનગર અને બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઇસ્કોન ક્લબ ખાતે યોજાનાર આ સેમીનારમાં દેશના ૨૦ રાજ્યો અને પાંચ દેશોના તબીબો અને વૈજ્ઞાનિકો આ કોન્ફરન્સમાં હાજરી આપશે.

કલા અને સાહિત્યની નગરી એવા ભાવનગરની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાય રહ્યું છે. જેમાં આવતી કાલથી એટલે કે ૬ જાન્યુઆરીથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય બાયોમેડીકલ સાયન્સ કોન્ફરન્સનો પ્રારંભ થનાર છે. સરકારી મેડીકલ કોલેજ ભાવનગર અને બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઇસ્કોન ક્લબ ખાતે યોજાનાર આ સેમીનારમાં દેશના ૨૦ રાજ્યો અને પાંચ દેશોના તબીબો અને વૈજ્ઞાનિકો કોન્ફરન્સમાં હાજરી આપશે.

આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દેશ અને વિદેશથી આવેલા તબીબો અને વૈજ્ઞાનિકો તબીબી વિજ્ઞાનમાં અમુલ્ય માનવીય રોગોના ઉપચાર અંગે તાજેતરમાં કરાયેલા સંશોધનો નીચોડ રજુ કરશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે એર માર્શલ પવન કપૂર ખાસ હાજર રહશે. તેમજ આ ત્રણ દિવસીય બાયોમેડીકલ સાયન્સ કોન્ફરન્સમાં જીનેટિક ડીસઓર્ડર-એન્ડોક્રઈન ડીસઓર્ડર-ઇન્ફેકીસયસ ડીસીસ-બ્લડ બેન્કિંગ-લેબોરેટરી મેડીસીન-મેક્ઝલોફેસિયલ રીહેબીલીટેશન –ડીઝીટલ ડેન્ટીસ્ટ્રી-એન.એ.બી.એલ/એન.એ.બી.એચ એક્રેડિટેશન-લાઈફ સ્ટાઈલ ડીસીઝ-કેન્સર-ડેન્ટલ ઈમ્લાંટ જેવા ૬૦ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.