Not Set/ ભાવનગરમાં પાંચ – સુરેન્દ્રનગરમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધવમાં આવતા તંત્ર ચિંતીત…

ગુજરાતમાં કોરોના રોકાવાનું નામ નથી લઇ રહ્યો, રોજબરોજ ગુજરાતમાંથી 500 + કોરોના કેસ છેલ્લા ઘણા દિવસથી સામે આવી રહ્યા હોવથી તંત્ર પર ચિંતાયુક્ત જોવામાં આવી રહ્યું છે. મહાનગરોને બાદ કરતા રાજ્યનાં અન્ય શહેરો પણ કોરોનાની કારમી ચપેટમાં ચડી રહ્યાનુ સામે આવી રહ્યું છે.  વાત કરવામા આવે ભાવનગરની તો, ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયોનું નોંધવામાં આવે છે. શહેરમાં એક સાથે પાંચ […]

Gujarat Others
f620534a664a42566baf99565db3fe2e ભાવનગરમાં પાંચ - સુરેન્દ્રનગરમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધવમાં આવતા તંત્ર ચિંતીત...

ગુજરાતમાં કોરોના રોકાવાનું નામ નથી લઇ રહ્યો, રોજબરોજ ગુજરાતમાંથી 500 + કોરોના કેસ છેલ્લા ઘણા દિવસથી સામે આવી રહ્યા હોવથી તંત્ર પર ચિંતાયુક્ત જોવામાં આવી રહ્યું છે. મહાનગરોને બાદ કરતા રાજ્યનાં અન્ય શહેરો પણ કોરોનાની કારમી ચપેટમાં ચડી રહ્યાનુ સામે આવી રહ્યું છે. 

વાત કરવામા આવે ભાવનગરની તો, ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયોનું નોંધવામાં આવે છે. શહેરમાં એક સાથે પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાથી હાહાકાર જોવામાં આવી રહ્યો છે. સર ટી હોસ્પિટલનાં પુરુષ તબીબને કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. સાથે સાથે મહિલા નર્સનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વધુમાં 50 વર્ષીય મહિલા – 22 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. એક સાથે પાંચ કેસ સામે આવતા તંત્રની મુશ્કેલીમાં વધારો જોવામાં આવી રહ્યો છે. 

જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લાની, તો  જીલ્લામાંથી આજે વઘુ ત્રણ  કોરોનાનાં કેસ સામે આવ્યા છે. પાટડી શહેરી વિસ્તારમાં યુવકને, પાટડીના જૈનાબાદની મહિલાને અને 
ચુડા શહેરના આધેડને કોરોના પોઝિટિવ આવ્યો છે. જીલ્લાનાં અંતરયાળ વિસ્તારોમાં કોરોનાનો વધતો વ્યાપ તંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યાનું જોવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews