Not Set/ મધ્યપ્રદેશ બાદ શું ભાજપની નજર હવે મહારાષ્ટ્ર પર છે, જાણો

કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર હવે રાજકીય રાજકારણમાં ગરકાવ થઈ ગયું છે. રાજ્યની ઉદ્ધવ ઠાકરે ગઠબંધન સરકારનાં અંતર્વિરોધ વધુ ગાઢ બનાવ્યા છે, ત્યારે ભાજપે ત્યાં તકો શોધવાનું શરૂ કરી દીધું છે. ભાજપ સીધુ જ આગળ આવી રહ્યુ નથી પરંતુ તેના નેતાઓ નિશ્ચિતપણે અન્ય પક્ષોમાં સેંધ લગાવવાની સંભાવના શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં એક મોટુ […]

India
27080923c4b3ee1273f7d037ba7ea0e5 1 મધ્યપ્રદેશ બાદ શું ભાજપની નજર હવે મહારાષ્ટ્ર પર છે, જાણો

કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર હવે રાજકીય રાજકારણમાં ગરકાવ થઈ ગયું છે. રાજ્યની ઉદ્ધવ ઠાકરે ગઠબંધન સરકારનાં અંતર્વિરોધ વધુ ગાઢ બનાવ્યા છે, ત્યારે ભાજપે ત્યાં તકો શોધવાનું શરૂ કરી દીધું છે. ભાજપ સીધુ જ આગળ આવી રહ્યુ નથી પરંતુ તેના નેતાઓ નિશ્ચિતપણે અન્ય પક્ષોમાં સેંધ લગાવવાની સંભાવના શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં એક મોટુ રાજનીતિક નાટકની શરૂઆત મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને પાડ્યા બાદ ભાજપ માટે મહારાષ્ટ્ર નવું મિશન હોઈ શકે છે. રાજ્યમાં શિવસેનાની આગેવાની હેઠળનાં ગઠબંધનમાં એનસીપી અને કોંગ્રેસનો સમાવેશ છે, પરંતુ સરકાર દ્વારા કોરોનાને સંભાળવાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે, જેના કારણે આંતરિક મતભેદો ઉભા થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોંગ્રેસ સહભાગી નથી, પરંતુ જ્યારે વિવાદ ઉભો થયો ત્યારે તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે પણ આ વિશે ચર્ચા કરી હતી. આ પછી ઉદ્ધવે તમામ સાથી પક્ષનાં નેતાઓ સાથે બેઠક પણ યોજી છે.

આપને જણાવી દઇએ કે, ભાજપને હજી પણ મહારાષ્ટ્રમાં રાજકીય આંચકો પચાવવો મુશ્કેલ બનેલો છે. તે કોઈ પણ રીતે ત્યાં શાસક ગઠબંધનમાં સેંધ લગાવીને પોતાની સરકારની શક્યતાઓને શોધી રહી છે. જો કે આમાં સૌથી મોટો અવરોધ એનસીપી છે. તેના નેતા શરદ પવારની વ્યૂહરચના હજી એક કોયડો છે. ભાજપ તેનો સૌથી મોટો ઝટકો ખાઇ ચુકી છે. આવી સ્થિતિમાં તે મરાઠા કાર્ડ રમી શકે છે. મરાઠા નેતૃત્વનાં નામે તેના નેતા નારાયણ રાણે આગળ આવી શકે છે. જો કે, અંકગણિતમાં તે એકદમ દૂર છે. ત્યાં ભાજપે પોતાની વિરોધી ત્રણ પાર્ટીમાંથી એકમાં મોટી સેંધ લગાવવી પડશે અથવા દરેક પક્ષમાં તોડફોડ કરવી પડશે. આ બિલકુલ સરળ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.