Not Set/ મહિલાએ કહ્યુ હુ મોદી સમર્થક, કોંગ્રેસ ધારાસભ્યએ આપેલું રાશન માગ્યું પરત

એક તરફ, જ્યારે સમગ્ર રાષ્ટ્ર કોરોના વાયરસ સામે સંયુક્ત રીતે લડત ચલાવી રહ્યુ છે અને પક્ષનાં રાજકારણથી ઉપર દરેક જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છે ત્યારે રાજસ્થાનમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કોંગ્રેસનાં ધારાસભ્યએ એક મહિલાને કરયાણું આપ્યું હતું, પરંતુ જ્યારે મહિલાએ કહ્યું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સમર્થક છે, ત્યારે ધારાસભ્યએ મહિલાને […]

India

એક તરફ, જ્યારે સમગ્ર રાષ્ટ્ર કોરોના વાયરસ સામે સંયુક્ત રીતે લડત ચલાવી રહ્યુ છે અને પક્ષનાં રાજકારણથી ઉપર દરેક જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છે ત્યારે રાજસ્થાનમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કોંગ્રેસનાં ધારાસભ્યએ એક મહિલાને કરયાણું આપ્યું હતું, પરંતુ જ્યારે મહિલાએ કહ્યું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સમર્થક છે, ત્યારે ધારાસભ્યએ મહિલાને અપાયેલ રાશન પાછું ખેંચી લીધું હતું. મળી રહેલા સમાચારો અનુસાર કોંગ્રેસનાં ધારાસભ્ય રાજેન્દ્ર બિધુડીએ મહિલાને કહ્યું હતું કે, જો મોદી પસંદ છે તો તમને રાશન નહીં મળે.

રાશનનું વિતરણ કરતી વખતે કોંગ્રેસનાં ધારાસભ્યો લોકોને પૂછતા હતા કે ગેહલોત સારા છે કે મોદી. આ દરમિયાન એક મહિલાએ કહ્યું કે, મોદી સારા છે, જેના પર ધારાસભ્યએ કહ્યું કે તમે તમારુ રાશન અહીં મુકી દો. જો કે બાદમાં તેણે કહ્યું કે મેં આ મજાકમાં કહ્યુ હતુ. કોંગ્રેસનાં ધારાસભ્યનાં આ કૃત્ય પછી, દરેક લોકો તેમની ટીકા કરી રહ્યા છે. જણાવી દઇએ કે કોંગ્રેસનાં ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂડી તેમની હરકતોનાં કારણે અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે.

કોરોના વાયરસને લઈને વિશ્વવ્યાપી હોબાળો મચ્યો છે, વૈશ્વિક રોગચાળાથી સંક્રમિત લોકોની સંખ્યા 22 લાખને વટાવી ગઈ છે, જ્યારે 1.50 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વના 200 થી વધુ દેશો કોરોના વાયરસ સામે લડત લડી રહ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, દેશભરમાંથી અત્યાર સુધીમાં 15,712 કેસ નોંધાયા છે. કુલ 507 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દેશમાં કોરોનામાં 12,974 સક્રિય કેસ છે જ્યારે 2,230 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.