Mobile/ માઇક્રોસોફ્ટ દ્વારા ઓલ્ડ્રોઇડ ફોન યૂઝર્સની મળી મોટી ચેતવણી

માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે મોટી ચેતવણી જારી કરી છે. માઇક્રોસોફ્ટ એ એક નવું રૈન્સમવેર શોધી કાઠ્યું છે જે, Android સ્માર્ટફોનને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવ્યુ છે. આ રૈન્સમવેરનું નામ MalLocker.B છે. આ રૈન્સમવેર ઓનલાઇન ફોરમ અને વેબસાઇટ્સ દ્વારા ફેલાઇ રહ્યા છે. આ રૈન્સમવેર મૈલિશસ Android એપ્લિકેશનોમાં છુપાયેલું રહે છે. તેથી વેબસાઇટ પરથી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરતી […]

Tech & Auto
871cac5449ec4d1945af06b6e6e37985 માઇક્રોસોફ્ટ દ્વારા ઓલ્ડ્રોઇડ ફોન યૂઝર્સની મળી મોટી ચેતવણી

માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે મોટી ચેતવણી જારી કરી છે. માઇક્રોસોફ્ટ એ એક નવું રૈન્સમવેર શોધી કાઠ્યું છે જે, Android સ્માર્ટફોનને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવ્યુ છે. આ રૈન્સમવેરનું નામ MalLocker.B છે. આ રૈન્સમવેર ઓનલાઇન ફોરમ અને વેબસાઇટ્સ દ્વારા ફેલાઇ રહ્યા છે. આ રૈન્સમવેર મૈલિશસ Android એપ્લિકેશનોમાં છુપાયેલું રહે છે. તેથી વેબસાઇટ પરથી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરતી વખતે કાળજી લો.

આ પણ વાંચો – 

આ રૈન્સમવેર યૂઝર્સને ફોન સ્ક્રીન એક્સેસ કરવાથી રોકે છે. અન્ય રૈન્સમવેરથી વિપરીત, તે ઉપકરણને ઇન્ક્રિપ્ટ કરતું નથી. તે મેસેજને સ્ક્રીનની સ્થિર ફ્રીઝ કરે છે. આ મેસેજ કાયદાની માહિતી એજન્સી તરફથી આવવાનો દાવો કરવામાં આવ્યો છે અને સ્ક્રીનને અનલોક કરવા બદલ દંડ ચૂકવવાનું કહેવામાં આવે છે. આ રૈન્સમવેર કોલનોટિફિકેશનનો લાભ લે છે અને ઇનકમિંગ કોલ આવે ત્યારે તે રૈન્સમવેર સક્રિય બને છે. આ સિવાય જ્યારે યૂઝર્સ હોમ બટન અથવા તાજેતરનાં એપ બટન દબાવશે ત્યારે સ્ક્રીન મેસેજની સાથે લોક થઇ જાય છે.

આ પણ વાંચો – 

માઇક્રોસોફ્ટે કહ્યું, “મોટાભાગનાં એન્ડ્રોઇડ રૈન્સમવેરથી વિપરીત, આ નવી થ્રેટ ફાઇલોને ઇન્ક્રિપ્ટ કરી અને તેમના એક્સિસને બ્લોક કરતું નથી.” તેના બદલે, તે સ્ક્રીન પરનાં મેસેજની સાથે ડિવાઇસનાં એક્સિસને જ બ્લોક કરી દે છે. આ સ્ક્રીન દરેક વિંડોમાં દેખાય છે, એટલે કે, યૂઝર્સ ફોનમાં બીજું કંઈ કરી શકશે નહીં. સ્ક્રીન પર એક રૈન્સમ નોટ દેખાય છે જેના પર થ્રેટ મેસેજ હોય છે અને રૈન્સમને પૈસા ચુકવવાની માર્ગદર્શિકા છે.

આ પણ વાંચો – 

રિપોર્ટમાં જણાવાયું છે કે, મૈલવેરનાં કોડ સરળ છે અને તે સરળતાથી ઘણા ફોનમાં ફેલાઇ શકે છે. યૂઝર્સને અજાણ્યા સ્રોતમાંથી એપ્લિકેશનો ડાઉનલોડ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. આ રૈન્સમવેર ખાનગી માહિતી ચોરી કરે છે કે નહીં તે અંગે કોઈ પુરાવા નથી, પરંતુ તેની પુષ્ટિ થઈ છે કે Android ફોન્સને વર્ચ્યુઅલ યૂઝલેસ બનાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.