Not Set/ માયાવતીએ રાહુલ ગાંધીનાં વીડિયો રિલીઝ પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ- સહાનુભૂતી ઓછી અને ડ્રામા વધારે લાગે છે

ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતી પરપ્રાંતિય મજૂરોનાં મુદ્દે કોંગ્રેસ પર સતત પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસને બસ ચલાવવાની સલાહ આપ્યા બાદ હવે માયાવતીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના સ્થળાંતર કામદારો સાથેની વાતચીતનો વીડિયો શેર કરવા માટે તેમના પર તંજ કસ્યો  છે. બસપા સુપ્રીમોએ કહ્યું કે, કોંગ્રેસનાં નેતા દ્વારા બતાવવામાં આવી […]

India
41f6321328c7ad271ce3aea9e4cc5ddb 1 માયાવતીએ રાહુલ ગાંધીનાં વીડિયો રિલીઝ પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ- સહાનુભૂતી ઓછી અને ડ્રામા વધારે લાગે છે

ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતી પરપ્રાંતિય મજૂરોનાં મુદ્દે કોંગ્રેસ પર સતત પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસને બસ ચલાવવાની સલાહ આપ્યા બાદ હવે માયાવતીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના સ્થળાંતર કામદારો સાથેની વાતચીતનો વીડિયો શેર કરવા માટે તેમના પર તંજ કસ્યો  છે. બસપા સુપ્રીમોએ કહ્યું કે, કોંગ્રેસનાં નેતા દ્વારા બતાવવામાં આવી રહેલી વીડિયોમાં સહાનુભૂતિ ઓછી અને ડ્રામા વધારે લાગે છે.

માયાવતીએ શનિવારે એક પછી એક ટ્વીટ કર્યા. એક ટ્વીટમાં તેમણે લખ્યુ,આજે કોરોના લોકડાઉનને કારણે સમગ્ર દેશમાં કરોડો સ્થળાંતર મજૂરોની જે દુર્દશા દેખાઇ રહી છે તેના અસલી દોષી કોંગ્રેસ છે, કારણ કે આઝાદી પછીનાં તેમના લાંબા શાસન દરમિયાન, જો ગામડાઓ/શહેરોમાં આજીવિકાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો તેઓને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડતુ? “

પછીનાં ટ્વીટમાં તેમણે લખ્યું – “તેવી જ રીતે, હાલમાં કોંગ્રેસનાં નેતા દ્વારા લોકડાઉન ત્રાસદીનો ભોગ બનેલા કેટલાક મજૂરોનાં દુઃખને શેર કરતો વીડિયોમાં સહાનુભૂતિ ઓછી અને નાટક વધારે લાગે છે. જો કોંગ્રેસે જણાવ્યું હોત કે તેઓ તેમને મળ્યા તે સમયે કેટલા લોકોની ખરા અર્થમાં મદદ કરી છે તો તે યોગ્ય રહેતુ.

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ​​સવારે મજૂરો સાથેની વાતચીતનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રાહુલ ગાંધીએ પરત ફરતા પરપ્રાંતિય મજૂરો સાથે વાત કરી, પછી તેઓએ કહ્યું કે, તેઓ હરિયાણાથી આવી રહ્યા છે અને લગભગ 100 કિલોમીટરનો અંતર કાપ્યો છે. ખોરાકનાં સવાલ પર, એક સ્થળાંતરીત પરિવારે કહ્યું કે, જો રસ્તામાં કોઈ વસ્તુ મળી જાય તો તે ખાય છે નહીં તો તેઓ આ રીતે ચાલતા રહે છે. પરિવારે કહ્યું કે જો લોકડાઉન કરતા પહેલા થોડો સમય આપવામાં આવ્યો હોત તો દરેક પોતાના ગામે જવા નિકળી શક્યા હોત. દર વખતે લોકડાઉનની તારીખ આગળ વધી રહી છે. તેથી જ અમને ઘરે જવાની ફરજ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.