Not Set/ મુંબઈનાં નેપિયન સી રોડ સ્થિત એક ઈમારતમાં લાગી ભયાનક આગ

  આ સમયનાં સૌથી મોટા સમાચાર મુંબઇનાં નેપિયન સી રોડ પરથી આવી રહ્યા છે, જ્યાં એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી છે. આ આગમાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે. આગ આજે સવારે 11 વાગ્યાની આસપાસ લાગી હોવાનું કહેવાય […]

India
 

આ સમયનાં સૌથી મોટા સમાચાર મુંબઇનાં નેપિયન સી રોડ પરથી આવી રહ્યા છે, જ્યાં એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી છે. આ આગમાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે.

આગ આજે સવારે 11 વાગ્યાની આસપાસ લાગી હોવાનું કહેવાય છે. જે બાદ ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લેવા પહોંચી હતી, લોકોને બચાવવા પ્રયાસ કરી રહી છે. હાલ કોઈ જાનહાનિ વિશે માહિતી નથી. આપને જણાવી દઇએ કે, મુંબઇનાં નેપિયન સી રોડ પર મંગળવારે સવારે 4.40 કલાકે એક રહેણાંક મકાનનાં છઠ્ઠા માળે આગ લાગી હતી. બિલ્ડિંગનાં ઉપરનાં માળે ફસાયેલી બંને મહિલાઓને સુરક્ષિત બહાર કાઠી લેવામાં આવી છે. આ ઘટનામાં કોઈને ઈજા થઇ હોવાના સમાચાર મળ્યા નથી. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ કેસમાં વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.