Not Set/ મુંબઈ પહોંચ્યા બિહારના SP, કહ્યું- હજુ સુધી નથી મળ્યો સુશાંતનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસના દિવસેને દિવસે નવા નવા વણાંક સામે આવી રહ્યા છે. તપાસ અંગે બિહાર અને મુંબઈ પોલીસ વચ્ચે મતભેદ છે. દરમિયાન, પટના સિટીના એસપી વિનય તિવારી પણ તપાસ માટે મુંબઈ પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે અમારી ટીમ મુંબઇમાં સારું કામ કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી નિવેદનો નોંધવામાં આવી રહ્યા […]

Uncategorized
ec3615f61f07bd5f5b61c6e7fbf85307 મુંબઈ પહોંચ્યા બિહારના SP, કહ્યું- હજુ સુધી નથી મળ્યો સુશાંતનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસના દિવસેને દિવસે નવા નવા વણાંક સામે આવી રહ્યા છે. તપાસ અંગે બિહાર અને મુંબઈ પોલીસ વચ્ચે મતભેદ છે. દરમિયાન, પટના સિટીના એસપી વિનય તિવારી પણ તપાસ માટે મુંબઈ પહોંચી ગયા છે.

તેમણે કહ્યું કે અમારી ટીમ મુંબઇમાં સારું કામ કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. નિવેદનોનું વિશ્લેષણ કર્યા પછી જ પરિણામો પ્રાપ્ત થશે. અમે તપાસની સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. જોકે, અમને હજી સુધી સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો નથી.

અહીં, માલવણી પોલીસે કહ્યું કે, બિહાર પોલીસનો દાવો ખોટો છે, જેમાં કહેવમાં અવાયું છે કે દિશા સાલિયાન કેસ સંબંધિત ફાઇલ ગુમ છે. માલવણી પોલીસે જણાવ્યું કે તેમની પાસે રેકોર્ડ પરની તમામ બાબતો છે. બધા દસ્તાવેજો તેમની પાસે ઉપલબ્ધ છે. આ મામલે તપાસ ચાલી રહી છે. આ કેસમાં ઘણાં નિવેદનો લેવામાં આવ્યા હતા, પરંતુ પરિવારે કોઈની સામે કોઈ ફરિયાદ કરી નહોતી.

આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં મુંબઈ આવેલા બિહાર પોલીસે તેનો વ્યાપ વધાર્યો છે. ડિરેક્ટર રમ્મી જાફરી સાથે 5 કલાકની પૂછપરછ બાદ બિહાર પોલીસની ટીમ માલવાણી પોલીસ સ્ટેશન તરફ પ્રયાણ કર્યું છે. જ્યાંથી બિહાર પોલીસ દિશા સાલિયાનના મોત સંબંધિત દસ્તાવેજો એકઠી કરી રહી છે. જો સુત્રોનું માનવામાં આવે તો સુશાંત અને દિશાના મૃત્યુમાં કેટલાક રહસ્યો જોડાયેલા હોઈ શકે છે. દિશા સાલિયન સુશાંત સિંહ રાજપૂતની મેનેજર હતી. તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.