Not Set/ મેડિકલની વિદ્યાર્થિનીએ હાથમાં ઇન્જેક્શન મારી કરી આત્મહત્યા

વડોદરાઃ શહેરની સયાજી ગંજ હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવતીએ આત્મહત્યા કરી હતી. હિરલ ઠુમ્મર નામની વિદ્યાર્થિનીએ ઇન્જેક્શન પોતાની જાતે જ હાથની નશમાં લઇને આત્મહત્યા કરી હતી. હિરલ ઠુમ્મર પી.જી. હસ્ટેલમાંના રૂમ નંબર 15 રહેતી હતી. ઘટનાની પ્રાથમિક વિગતો એવી છે કે, વડોદરાના ગોતરી ખાતે એ- 101, તુલસી આંગન, ગોકુલ પાર્ટી પ્લોટની બાજુમાં રહેતા મનસુખભાઈ ઠુમ્મર […]

Uncategorized
07 1486116838 મેડિકલની વિદ્યાર્થિનીએ હાથમાં ઇન્જેક્શન મારી કરી આત્મહત્યા

વડોદરાઃ શહેરની સયાજી ગંજ હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવતીએ આત્મહત્યા કરી હતી. હિરલ ઠુમ્મર નામની વિદ્યાર્થિનીએ ઇન્જેક્શન પોતાની જાતે જ હાથની નશમાં લઇને આત્મહત્યા કરી હતી. હિરલ ઠુમ્મર પી.જી. હસ્ટેલમાંના રૂમ નંબર 15 રહેતી હતી.

ઘટનાની પ્રાથમિક વિગતો એવી છે કે, વડોદરાના ગોતરી ખાતે એ- 101, તુલસી આંગન, ગોકુલ પાર્ટી પ્લોટની બાજુમાં રહેતા મનસુખભાઈ ઠુમ્મર અને ભાનુબહેનની 29 વર્ષિય પુત્રી હિરલ શહેરની એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગમાં અભ્યાસ કરતી હતી. તેણે એનેસ્થેસિયામાં MDની પરીક્ષા તાજેતરમાં જ આપી હતી. જેનું ટુંક સમયમાં જ રિઝલ્ટ આવવાનું હતુ. મેડિકલ હોસ્ટેલનાં રૂમ.15માં રહીને અભ્યાસ કરતી હિલરે અગમ્ય કારણોસર આજે બપોરે 12.30 કલાકે રૂમમાં જ પોતાના હાથે પ્રપોફોલનું ઈન્જેક્શન લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.