Not Set/ મેરજા તેરી ખેર નહીં, કોંગ્રેસનાં ધારાસભ્યો મોરબી જવા રવાના, યોજવાના છે પ્રતિક ધરણા…

રાજકોટમાં હાલ સંગઠીત થયેલા ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યો મોરબી જવા રવાના થયા હોવાની વાત સામે આવી રહી છે. જી હા, મોરબી કોંગ્રેસમાંથી વિજય થઇ બળવો પોકારનાર બળવાખોર ધારાસભ્ય બ્રિજેશ મેરજા વિરુદ્ધ આ તમામ ધારાસભ્યો આજે મોરચો માંડશે.  સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યો મોરબીમાં પ્રતિક ધરણા યોજશે અને બળવાખોર ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવેલ પ્રજાદ્રોહ સામે રંણશીંગુ ફૂંકશે. આપને જણાવી દઇએ કે, […]

Gujarat Others
c20687d8dcbb933ecabd70b620a24f37 મેરજા તેરી ખેર નહીં, કોંગ્રેસનાં ધારાસભ્યો મોરબી જવા રવાના, યોજવાના છે પ્રતિક ધરણા...

રાજકોટમાં હાલ સંગઠીત થયેલા ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યો મોરબી જવા રવાના થયા હોવાની વાત સામે આવી રહી છે. જી હા, મોરબી કોંગ્રેસમાંથી વિજય થઇ બળવો પોકારનાર બળવાખોર ધારાસભ્ય બ્રિજેશ મેરજા વિરુદ્ધ આ તમામ ધારાસભ્યો આજે મોરચો માંડશે. 

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યો મોરબીમાં પ્રતિક ધરણા યોજશે અને બળવાખોર ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવેલ પ્રજાદ્રોહ સામે રંણશીંગુ ફૂંકશે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં મોરબીનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ હાલમાં જ જ્યારે ગુજરાતનાં રાજકીય ક્ષિતીજ પર રાજ્યસભાની ચૂંટણી ચમકી રહી છે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીઘુ છે. રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ભાજપ પર હોર્સ ટ્રેડીંગનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં તમામ ધારાસભ્યો સહિત સૌરાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા પણ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં ધરણાં કરી પક્ષપલ્ટુને જવાબ આપશે. 

મોરબીમાં જઇ સૌરાષ્ટ્રનાં તમામ ધારાસભ્યો જ્યારે બળવાખોર ધારાસભ્ય બ્રિજેશ મેરજાની સામે મેદાનમાં આવ્યા છે અને ઘરણા યોજવાનાં છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પણ બ્રિજેશ મેરજાએ પ્રજા સાથે દગો કર્યો હોવાનું પણ કહેવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews