Not Set/ મોરબી ગ્રામ્યમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, બે કલાકમાં ત્રણ ઈંચ, મચ્છુ ડેમમાં પાણીની પુષ્કળ આવક

રાજ્ય હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે ત્યારે મોરબીના દસ ડેમો પૈકી સાતમાં નવા નીર આવ્યા છે. ટંકારામા બે કલાક મા ત્રણ ઈંચ વરસાદ વરસી જતા પાણી પાણી થઈ ગયું છે સિઝન નો કુલ 100% થી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે સિસ્ટમ સ્કિય ની સીધી અસર ટંકારા ઉપર જોવા મળે છે ત્યારે ટંકારા આજે ૧૨ થી […]

Gujarat Others
b2bb3dd23afeccc378ba0796bc2d4620 મોરબી ગ્રામ્યમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, બે કલાકમાં ત્રણ ઈંચ, મચ્છુ ડેમમાં પાણીની પુષ્કળ આવક

રાજ્ય હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે ત્યારે મોરબીના દસ ડેમો પૈકી સાતમાં નવા નીર આવ્યા છે. ટંકારામા બે કલાક મા ત્રણ ઈંચ વરસાદ વરસી જતા પાણી પાણી થઈ ગયું છે સિઝન નો કુલ 100% થી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે સિસ્ટમ સ્કિય ની સીધી અસર ટંકારા ઉપર જોવા મળે છે ત્યારે ટંકારા આજે ૧૨ થી ૨ નો ૪૦ મી.મી., ૨ થી ૪ નો ૩૨ મી.મી.

અત્યાર સુધીનો કુલ ૬૯૭ મી.મી. વરસાદ નોંધાયો છે આ સાથે ટંકારા ના ગામડા મા પણ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે ગઈ કાલે પણ ટંકારા અને ગામ્ય વિસ્તારમાં એક ઈંચ થી લઈ ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો 

મોરબી માં પાછલા 24 કલાક દરમ્યાન મચ્છુ 2 ડેમની સપાટીમાં સૌથી વધુ 1.15 ફૂટનો થયો વધારો, મચ્છુ 1 ડેમ છલકાવવામાં હજુ 7.80 ફૂટબાકી છે ત્યારે મચ્છુ 2 ડેમની કુલ ઊંડાઈ 58.1 ફૂટની સામે જીવંત ઊંડાઈ 33 ફૂટ સુધીની ગણવામાં આવે છે ત્યારે હાલમાં પાણીનો જથ્થો 26.80 ફૂટે છે એ જોતાં ડેમ છલકાવવામાં હજુ 6.20 ફૂટ ભરાવવો જરૂરી છે, ટંકારા ના ડેમી 1 માં પાછલા 24 કલાક દરમ્યાન 0.30 ફૂટનો નજીવો વધારો થયો છે. ડેમ છલકાવવામાં હજી 3.20 ફૂટ બાકી છે, ડેમી 2 ડેમમાં છેલ્લા 24 કલાકમાં 0.49 ફૂટ નિરનો વધારો થયો છે

ઝીકિયારી ગામના ઘોડાધ્રોઈ, ટંકારા નાબંગાવાડી,હળવદના બ્રાહ્મણી 2, મોરબી ના મચ્છુ 3 સહિતના ડેમોમાં પાછલા 24 કલાક દરમ્યાન નવા નીરની આવક થઈ નથી જેમાં મોરબી ના સૌથી વધુ મચ્છુ 2 ડેમમાં 1857 મી.ક્યુસેક ફૂટ પાણીનો સંગ્રહ થયો છે.મચ્છુ 1માં 1330 ક્યુસેક,બ્રાહ્મણી 1માં 878 ક્યુસેક,ડેમી 2માં 642 ક્યુસેક, ડેમી 1માં 577 ક્યુસેક, બ્રાહ્મણી 2માં 355 ક્યુસેક, ઘોડાધ્રોઈમાં 181ક્યુસેક,મચ્છુ 3માં 178 ક્યુસેક,ડેમી 3માં 149 ક્યુસેક,બંગાવાડી ડેમમાં 12.ક્યુસેક ફૂટ પાણીનો જીવંત જથ્થો સંગ્રહિત થયો છે ત્યારે ડેમો પર પણ તંત્ર અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews