મોરબી જિલ્લાના ઘાંચી શેરી ખાતે બાઇક પાર્ક કરવાના વિવાદ બાદ છરી વડે એક યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે અવાયું છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ એ ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઘાંચી શેરી વિસ્તારમાં રહેતા 26 વર્ષીય અનીશ રફીક પિલુડિયાનો ગઈકાલે રાત્રે જ વિસ્તારમાં બાઇક પાર્ક કરવા અંગે જાબીર સિદ્દિક પિલુડિયા નામના શખ્સ સાથે વિવાદ થયો હતો. ઝઘડો વધતાં જાબીરે અનીશને છરી મારી હતી. ગંભીર હાલતમાં તેને નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ડિવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ મૃતકના પરિવારના સભ્યોના નિવેદનોની તપાસ કરી રહી છે. આરોપીને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
