સોશિયલ મીડિયા પર ઉલ્કાપિંડનો એક શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ન્યૂ મૈક્સિકોનાં તાઓસમાં બનેલી આ ઘટનાને સંગીતકાર એમ્બર કોફમેને પોતાના કેમેરામાં કેદ કરી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. વીડિયોમાં દેખાય છે કે એક તેજસ્વી ચીજ સીધી આકાશમાંથી પૃથ્વી તરફ આગળ વધી રહી છે, તે દરમિયાન તે રાતનો સમય છે પરંતુ ઉલ્કાપિંડનાં પ્રકાશથી આકાશમાં અજવાળું થઇ જાય છે.

આપણે બધા જાણીએ છીએ કે, અવકાશમાં હાજર ઉલ્કાપિંડ અસ્કર ધરતી તરફ આગળ વધતા પૃથ્વીનાં વાતાવરણમાં આવે છે અને આગનાં ગોળામાં ફેરવાઇ જાય છે. દરરોજ પૃથ્વીનાં વાતાવરણમાં આવા જ કેટલાક નાના ઉલ્કાપિંડ આવી બળીને રાખ થઇ રહ્યા છે, પરંતુ તેમાંના કેટલાક મોટા કદનાં હોય છે. તે નાશ થતા નથી અને જમીન સાથે તેની ટક્કર થઇ જાય છે. રાહતની વાત છે કે આવી કોઈ ઉલ્કાપિંડ પૃથ્વી તરફ આવી નથી, જે માનવતા માટે જોખમી બની શકે છે. લોકોમાં ઉલ્કાપિંડને જાણવા અને જોવા માટેનો ઉત્સાહ હંમેશા જોવા મળે છે, પરંતુ એવા લોકો બહુ ઓછા હોય છે જે ઉલ્કાને જોવા માટે સમર્થ હોય છે. એમ્બર કાફમેન તે નસીબદાર લોકોમાંનાં એક છે. ઉલ્કાપિંડનાં વીડિયોને શેર કરતી વખતે તેણે ટ્વિટર પર લખ્યું, “મિત્રો, અમે અત્યાર સુધી પોતાના જીવનમાં દેખેલી ચીજોમાંથી એકને જોયેલ છે અને હુ તેને કેપ્ચર કરવામાં સફળ રહી.” એમ્બર કાફમેન દ્વારા શેર કરેલો આ વીડિયો હવે વાયરલ થયો છે.
Guys, we just saw one of the craziest things we have ever seen in our lives and I managed to capture some of it. A meteor for the ages! pic.twitter.com/kPIchIPREV
— Amber Coffman (@Amber_Coffman) July 29, 2020
Loading tweet…
