Not Set/ યજુવેંદ્રની ધમાકેદાર બોલિંગ, ઇંગ્લેન્ડે 9 રનમાં ઝડપી 9 વિકેટ ગુમાવી

બેન્ગ્લુરુઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બેંગ્લોરમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં સુરેશ રૈના, એમ.એસ ધોની, યુવારાજ સિંહ ઇયોન મોર્ગન અને જો રૂટના વર્ચસ્વ હોવા છતા હરિયાણાના યુવા લેગ સ્પિનર યજુવેંદ્ર ચહલના નામે રહી છે. એવા સમયે જ્યારે લાગી રહ્યું હતું કે, મેચ રોમાંચક બની શકે છે. ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનઅપ ભારતને ટક્કર આપી રહી હતી. ત્યારે ચહલ […]

Uncategorized
yuzvendra chahal યજુવેંદ્રની ધમાકેદાર બોલિંગ, ઇંગ્લેન્ડે 9 રનમાં ઝડપી 9 વિકેટ ગુમાવી

બેન્ગ્લુરુઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બેંગ્લોરમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં સુરેશ રૈના, એમ.એસ ધોની, યુવારાજ સિંહ ઇયોન મોર્ગન અને જો રૂટના વર્ચસ્વ હોવા છતા હરિયાણાના યુવા લેગ સ્પિનર યજુવેંદ્ર ચહલના નામે રહી છે. એવા સમયે જ્યારે લાગી રહ્યું હતું કે, મેચ રોમાંચક બની શકે છે. ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનઅપ ભારતને ટક્કર આપી રહી હતી. ત્યારે ચહલ એકા એક કમાલ કરી દેતા 6 વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડની ટીમ પર વાવાઝોડા માફક ત્રાક્યો હતો. તેમણે મેચમાં 25 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ચહલે ટી20 મેચનું ત્રીજા નંબરનું પ્રદર્શન પોતાના નામે કર્યું છે. સ્વભાવિક રૂપથી 26 વર્ષીય ચહલ મેન ઓફ ધી મેચ અને પ્લેયર ઓફ ધી સીરિઝ તરીકે જાહેર કવરામાં આવ્યો હતો.

ટીમ ઇન્ડિયાએ બેંગાલુરુ ખાતે રમાયેલ ત્રીજી ટી-20 જીતવાની સાથે 2-1થી આ શ્રેણી પણ જીતી લીધી છે. વાય.એસ.ચહલને પ્લેયર ઓફ ધ મેચ તથા પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 202 રન બનાવ્યા હતાં. જેમાં કોહલીએ 2, કે.એલ. રાહુલે 22, રૈનાએ 5 છગ્ગા સાથે 63 રન, ધોનીએ 56, યુવરાજે 27, હાર્દિક પંડ્યાએ 11 અને પંતે અણનમ 5 રન બનાવ્યા હતાં. ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડ તરફથી રોયે 32, બ્લિંગ્સ 0, રુટ 42, મોર્ગન 40,  બટલર 0, સ્ટોક્સ 6, અલી 2, પ્લુકિંટ 0, જોર્ડન 0, રસિદ 0, મિલ્સ 0 રન બનાવ્યા હતાં. આમ ઇંગ્લેન્ડની ટીમ 16.3 ઓવરમાં 127 રન પર ઓલઆઉટ થઇ હતી અને ટીમ ઇન્ડિયાનો 75 રને વિજય થયો હતો. ઇંગ્લેન્ડના છ બેટ્સમેન એક પણ રન બનાવી શક્યા ન હતાં.  ટીમ ઇન્ડિયાના બોલર વાય.એસ.ચહલે 6 વિકેટ હાંસલ કરી હતી. જ્યારે બુમરાહે 3 અને મિશ્રાએ 1 વિકેટ મેળવી હતી.   અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા યોજાયેલ ટેસ્ટ અને વનડે શ્રેણી પણ ઇંગ્લેન્ડને હરાવી ભારતે જીતી લીધી હતી