Not Set/ યૂપી ચૂંટણી પહેલા RSS પ્રવક્તાએ કહ્યું, અનામત ખતમ કરી દેવી જોઇએ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા RSS એ મોટુ નિવેદન સામે આવ્યું છે. RSSના પ્રવક્તા મનમોહન વૈદ્યએ કહ્યું કે અનામતને ખતમ કરી દેવી જોઈએ. બિહારની ચૂંટણીઓ પહેલા મોહનભાગવતે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું જે મુદ્દો બન્યુ હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીને સામે આવીને કહેવું પડ્યું હતું કે અનામતને કોઈ હાથ પણ નહી લગાવી શકે. જયપૂર લિટરેચર […]

Uncategorized
Dr.Manmohan Vaidya1 યૂપી ચૂંટણી પહેલા RSS પ્રવક્તાએ કહ્યું, અનામત ખતમ કરી દેવી જોઇએ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા RSS એ મોટુ નિવેદન સામે આવ્યું છે. RSSના પ્રવક્તા મનમોહન વૈદ્યએ કહ્યું કે અનામતને ખતમ કરી દેવી જોઈએ. બિહારની ચૂંટણીઓ પહેલા મોહનભાગવતે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું જે મુદ્દો બન્યુ હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીને સામે આવીને કહેવું પડ્યું હતું કે અનામતને કોઈ હાથ પણ નહી લગાવી શકે.

જયપૂર લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન એક સવાલના જવાબમાં મનમોહન વૈદ્યએ કહ્યું આરક્ષણના નામ વર્ષો સુધી લોકોને અલગ રાકવામાં આવ્યા છે, જેને ખત્મ કરવાની જવાબદારી આપણી છે. તેમને સાથે લાવવા માટે આરક્ષણ ખત્મ કરવું પડશે.

મનમોહન વૈદ્યએ કહ્યું કે કોઈપણ રાષ્ટ્રમાં ભેદભાવને સમાપ્ત કરવો જોઈએ. સૌને સમાન અવસર મળવો જોઈએ.

ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા આ પ્રકારનું નિવેદન સંધ અને ભાજપ માટે મુસિબત ઉભી કરી શકે છે. યૂપીમાં હાલ જે પ્રકારનો માહોલ છે તેને જોતા નથી લાગતુ કે વિરોધ પક્ષો મનમોહન વૈદ્યના આ નિવેદનને છોડશે.