Not Set/ યૂપી સરકારની વેબાસાઇટના બહાને મોદીએ અખિલેશ પર સાધ્યુ નિશાન, જાણો હકિકત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે યૂપીના મહારાજગંજમા જનસભા દરમિયાન યૂપી સરકારની વેબસાઇટને નિશાન બનાવી હતી. સીએમ અખિલેશ પર હૂમલો  કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન અખિલેશજી 6 મહિનાથી  કહી રહ્યા છે કે, કામ બોલે છે. તેમનું કામ નહી કારનામા બોલે છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હું કઇ પણ બોલું છું તો […]

India
modi 1488357812 યૂપી સરકારની વેબાસાઇટના બહાને મોદીએ અખિલેશ પર સાધ્યુ નિશાન, જાણો હકિકત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે યૂપીના મહારાજગંજમા જનસભા દરમિયાન યૂપી સરકારની વેબસાઇટને નિશાન બનાવી હતી. સીએમ અખિલેશ પર હૂમલો  કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન અખિલેશજી 6 મહિનાથી  કહી રહ્યા છે કે, કામ બોલે છે. તેમનું કામ નહી કારનામા બોલે છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હું કઇ પણ બોલું છું તો અખિલેશને ખોટું લાગી જાય છે. પરંતુ તેમણે પોતાની વાત તો માનવી જોઇએને.

ત્યાર બાદ મોદીએ કહ્યુ કે, યૂપી સરકારની વેબસાઇટ જોય રહ્યો હતો કે, યુપી સરકાર ખુદ શુ કરી રહી છે. અખિલેશજી કહે છે કે, કામ બોલી રહ્યો છે. જ્યારે તેમની વેબસાઇટ કહે છે કે, કારનામાં બોલી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, યૂપી સરકારની અધિકારીકી વેબસાઇટમાં લખ્યુ છે કે, ઉત્તર પ્રદેશમાં જિંદગી બહુ નાની હોય છે ક્યારે મૃત્યું થઇ જાય કોઇ ભરોસો નથી. વધુમાં કહ્યું હતું કે, યૂપીની સ્થિતિ આફ્રિકાના સહારાના રણ જેવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ડોક્યુમેન્ટ આજ સવારનું છે.

મોદીએ કહ્યુ કે, આ વાત હું નથી કહી રહ્યો કે નથી યમરાજ તરફથી કોઇ ચિઠ્ઠી આવી. મારા ભાષણ બાદ અધિકારીઓ પર ગાજ પડશે. કે સાચી કેમ બોલી દિધું. મોદીએ આ સત્ય પકડી લીધું.