Not Set/ રંગીલું રાજકોટ બન્યું ખાડાનગરી, ભારે વરસાદ બાદ ચારે તરફ ખાડા જ ખાડા

 રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે જોકે રંગીલા શહેરના રંગમાં ખાડાનો રંગ ઉમેરાયો છે.  રાજકોટમાં મેઘરાજાએ વરસાદી રંગોળી પુરી છે.  જેમાં નબળા ડામર કામ અને નબળા સિવિલ વર્કને પગલે ચારે તરફ રસ્તામાં ખાડા જ ખાડા જોવા મળ્યા છે.  ખાડાને લઈને મહાપાલિકા એ સર્વે પણ કરી નાખ્યો છે.  જેમાં 20 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અહેવાલ તૈયાર થયો છે. જોકે દર વર્ષે નવા રોડ બને […]

Gujarat Rajkot
d5ddddee146e4ab17da82d0495f60af2 રંગીલું રાજકોટ બન્યું ખાડાનગરી, ભારે વરસાદ બાદ ચારે તરફ ખાડા જ ખાડા
 રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે જોકે રંગીલા શહેરના રંગમાં ખાડાનો રંગ ઉમેરાયો છે.  રાજકોટમાં મેઘરાજાએ વરસાદી રંગોળી પુરી છે.  જેમાં નબળા ડામર કામ અને નબળા સિવિલ વર્કને પગલે ચારે તરફ રસ્તામાં ખાડા જ ખાડા જોવા મળ્યા છે.  ખાડાને લઈને મહાપાલિકા એ સર્વે પણ કરી નાખ્યો છે.  જેમાં 20 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અહેવાલ તૈયાર થયો છે.

જોકે દર વર્ષે નવા રોડ બને અને તેનો ખર્ચ પ્રજાના ચુકવાયેલા ટેક્સ માંથી જ કરવામાં આવે છે. જોકે ખાડા થી લોકો હવે મનપાને  ફરિયાદ કરવાનું જ બંધ કરી નાખ્યું છે.  લોકો સરકારી તંત્ર અને સરકારી બાબુઓ થી પરેશાન થઇ ચુક્યા છે.  રંગીલા શહેરીજનો શહેરને ખાડા મુક્ત શહેર તરીકે ઈચ્છે છે જોકે નાગરિકોની શહેરને સમાર્ટ અને ખાડા મુક્ત કરવાની માંગણી સત્તાધીશો અને બાબુઓના કાને સંભળાય તો જ શહેરના રસ્તાઓ સુંદર અને ખાડા મુક્ત બની શકે છે.

રાજકોટને રંગીલું  શહેર કહેવામાં આવે છે, પરંતુ શું આ રંગીલું છે ખરું..?  જયારે ચોમાસુ આવે ત્યારે તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે આવતી હોય છે એમાં પણ જો ભારે વરસાદ પડે તો ચારે તરફ ખાડા જ ખાડા દેખાય છે. રાજકોટને રંગીલું નહીં પરંતુ ખાડાનગરી કહેવું સારું રહેશે. કારણકે છેલ્લા 4 વર્ષથી તંત્ર એમ જ કહેતું હોય છે કે અમે તમને ખાડા મુકત કરીશુંને રોડ પણ સારા બનાવી આપીશું. અનેકવાર રજૂઆત કરવામાં છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. તંત્રના નબળા કામગીરીથી શહેરીજનો તેમજ વાહનચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદી પાણીના ખાડા ભરાવવાથી મચ્છર અને જીવ જંતુનો ઉપદ્રવ પણ જોવા મળે છે. તેમજ મસ મોટા ખાડાથી વાહનચાલકો પરેશાનીમાં મુકાયા  છે. જેથી શહેરીજનો દ્વારા રોડ – રસ્તા સારા બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.