Not Set/ રઘુરામ રાજને મોદી સરકારને ચેતવ્યા, કહ્યુ- હજુ ખરાબ થઇ શકે છે આર્થિક સ્થિતિ

  ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) નાં ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક પોસ્ટમાં કહ્યું છે કે, સરકાર અને તેના અમલદારોને આત્મસંતોષથી બચવા અને જર્જર થયેલી અર્થવ્યવસ્થાને વેગ આપવાની જરૂરિયાત છે. દેશની ત્રિમાસિક જીડીપી -23.9 ટકા જવા પર તેમણે ટિપ્પણી કરતી વખતે આ વાતને કહી હતી. રાજને કહ્યું કે, લાગે છે કે સરકાર પોતે મર્યાદિત થઈ ગઈ […]

Business
3953ce5bf6924fc5a881966cf08cad02 રઘુરામ રાજને મોદી સરકારને ચેતવ્યા, કહ્યુ- હજુ ખરાબ થઇ શકે છે આર્થિક સ્થિતિ
 

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) નાં ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક પોસ્ટમાં કહ્યું છે કે, સરકાર અને તેના અમલદારોને આત્મસંતોષથી બચવા અને જર્જર થયેલી અર્થવ્યવસ્થાને વેગ આપવાની જરૂરિયાત છે. દેશની ત્રિમાસિક જીડીપી -23.9 ટકા જવા પર તેમણે ટિપ્પણી કરતી વખતે આ વાતને કહી હતી. રાજને કહ્યું કે, લાગે છે કે સરકાર પોતે મર્યાદિત થઈ ગઈ છે અને રાહતનાં પગલા લીધા વિના અર્થતંત્રનાં વિકાસ દરને ખરાબ અસર થશે.

રાજને સોમવારે પોતાની એક પોસ્ટમાં લખ્યું, ગ્રોથનાં આંકડા દરેક માટે જોખમની નિશાની હોવા જોઈએ. તેમણે કહ્યું કે, આ કિસ્સામાં ભારત કોવિડ-19, અમેરિકા અને ઇટાલીથી પ્રભાવિત બે સૌથી અદ્યતન દેશો કરતા વધુ ખરાબ હાલતમાં છે. ભૂતપૂર્વ આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે, ભારતમાં કોરોનાનો પ્રકોપ હજુ પણ તીવ્ર છે, જ્યાં સુધી વાયરસ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી રેસ્ટોરન્ટ અને તેની સાથે સંકળાયેલ રોજગારને લઈને પરિસ્થિતિ વધુ વણસી શકે છે. આવી સ્થિતિમાં સરકારે લીધેલા પગલા ખૂબ મહત્વનાં છે.

રાજને કહ્યું હતું કે, સરકાર ભવિષ્યમાં પ્રોત્સાહન પેકેજ આપવા માટે સંસાધનો બચાવવા માટેની વ્યૂહરચના પર કામ કરી રહી છે જે આત્મઘાતી છે. તેમણે કહ્યું કે, જો તમે દર્દીની જેમ અર્થવ્યવસ્થા તરફ નજર નાખો તો તેને સતત સારવારની જરૂર છે. રાજને કબૂલ્યું હતું કે સરકાર અને અમલદારો કડક મહેનત કરી રહ્યા છે પરંતુ તેઓએ તેમના પોતાના કામો અંગે આત્મસંતોષી થવાનું ટાળવું જોઈએ. એવા પગલા ભરવા જોઈએ, જે પરિણામ આપી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.