Not Set/ રજત ભાટિયાએ ક્રિકેટનાં દરેક ફોર્મેટથી સન્યાસ લેવાની કરી જાહેરાત

  દિલ્હીનાં ઓલરાઉન્ડર રજત ભાટિયાએ બુધવારે ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ રીતે રજતનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, જે લગભગ બે દાયકાથી ચાલી રહ્યું છે, તેનો અંત આવ્યો છે. 40 વર્ષીય રજતે, 2003-04 માં તમિળનાડુ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી, તેઓ મોટાભાગે દિલ્હી તરફથી ક્રિકેટ રમ્યા હતા. 2018-19માં, તેમણે નવી ટીમ ઉત્તરાખંડ (રણજી […]

Uncategorized
63c395765ad04a19e971d1d094886ae2 રજત ભાટિયાએ ક્રિકેટનાં દરેક ફોર્મેટથી સન્યાસ લેવાની કરી જાહેરાત
 

દિલ્હીનાં ઓલરાઉન્ડર રજત ભાટિયાએ બુધવારે ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ રીતે રજતનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, જે લગભગ બે દાયકાથી ચાલી રહ્યું છે, તેનો અંત આવ્યો છે. 40 વર્ષીય રજતે, 2003-04 માં તમિળનાડુ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી, તેઓ મોટાભાગે દિલ્હી તરફથી ક્રિકેટ રમ્યા હતા. 2018-19માં, તેમણે નવી ટીમ ઉત્તરાખંડ (રણજી ટ્રોફી) ની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

દિલ્હી ક્રિકેટ ટીમનાં સંકટમોચકગણાતા ભાટિયાએ 112 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી અને 49.10 ની એવરેજથી 6,482 રન બનાવ્યા હતા. આ સાથે તેમણે 137 વિકેટ પણ લીધી હતી. તેમણે 119 લિસ્ટ એ અને 146 ટી-20 મેચ પણ રમી હતી. ગત સિઝનમાં, આ ક્રિકેટરે બાંગ્લાદેશમાં લિસ્ટ એ ક્રિકેટ પણ ભાગ લીધો હતો. તેમણે પીટીઆઈ ભાષાને કહ્યું, ‘મેં ગયા વર્ષે જ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. હું અહીં ઘરેલું ક્રિકેટ નથી રમી રહ્યો અને પછી કોમેન્ટરી કરવાનું શરૂ કર્યુ. તે પછી હું બાંગ્લાદેશમાં એક પ્રોફેશનલ તરીકે રમી રહ્યો હતો પરંતુ આ વર્ષે તેમણે પ્રોફેશનલ ખેલાડીઓને રાખવાનું બંધ કરી દીધું અને ત્યારબાદ કોરોનાવાયરસ ફેલાઇ ગયો. તેથી જ મને લાગ્યું કે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.