Not Set/ રાજકોટમાં કોરોનાથી મોતનો સીલસીલો યથાવત્, 4 દર્દીનાં મોતથી ભયનો માહોલ ​​​​​​​

કોરોનાનો કહેર દેશમા અને ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે વધતો જ નોધવામાં આવી રહ્યો છે. પાછલા દિવસોમાં ગુજરાતમાં જે મોતનો આંકડો સિંગલ ડિજીટ પર પહોંચી ગયો હતો, તે ફરી બાઉન્સ બેક સાથે ઝડપથી વધતો જોવામાં આવી રહ્યો છે. ખાસ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રનાં કેપિટલ સમા રાજકોટમાં મોતનો આંકડો ચિંતા જનક વધી રહ્યો […]

Gujarat Rajkot
7bec7c8adb319dde5eacad5a53300a05 રાજકોટમાં કોરોનાથી મોતનો સીલસીલો યથાવત્, 4 દર્દીનાં મોતથી ભયનો માહોલ ​​​​​​​

કોરોનાનો કહેર દેશમા અને ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે વધતો જ નોધવામાં આવી રહ્યો છે. પાછલા દિવસોમાં ગુજરાતમાં જે મોતનો આંકડો સિંગલ ડિજીટ પર પહોંચી ગયો હતો, તે ફરી બાઉન્સ બેક સાથે ઝડપથી વધતો જોવામાં આવી રહ્યો છે. ખાસ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રનાં કેપિટલ સમા રાજકોટમાં મોતનો આંકડો ચિંતા જનક વધી રહ્યો છે. સંક્રમણનાં વધતા કેસ જોતા તંત્ર દ્વારા અનેક પાબંધીઓ લાગુ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટમાં સામે આવતા મોતનાં આકડાથી લોકોમાં હાહાકાર મચી રહ્યો છે.

જી હા, કાલે સામે આવેલા અધધધ મોતના આંકડા બાદ આજે પર રાજકોટ પર કોરોનાનું મોતનું તાંડવ નોંધવામાં આવી રહ્યું છે.  કોરોનાના કારણે રાજકોટમાં આજે પણ 4 દર્દીઓનાં મોત થયાની વિગતો સામે આવી રહી છે. મરણજનાર 4 વ્યક્તિઓમાં 2 પુરુષ અને એક મહિલાનું મોત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થયાનું વિદિત છે, જ્યારે અન્ય એક દર્દીનું મોત  ખાનગી હોસ્ટિલમાં થયુ હોવાની વિગતો સામે આવી રહી છે.  

જો કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મરણજનાર ત્રણેયના રિપોર્ટ આવે તે પહેલાં તે દર્દીઓનાં મોત નીપજ્યા હતા. જ્યારે ખાનગી હોસ્પિટલમાં મરણ જનાર વ્યક્તિ રાજકોટમાં ઇલેક્ટ્રીકના વેપારી હોવાનું અને તેમને ગત રવિવારે કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews