જામનગર/ ધ્રોલમાં પતિએ પત્નીની હત્યા કારી ઘરની સામે જ દફનાવી દીધી લાશ, આ રીતે ફૂટ્યો ભાંડો

જામનગર પતિએ પત્નીની હત્યા નિપજાવ્યાની આશંકા બાદ હત્યા બાદ દફનાવવામાં આવેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.

Gujarat Others
હત્યા

જામનગરના ધ્રોલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધ્રોલમાં પતિએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી અને ઘર સામે જ ખાડો ખોદી દાટી દીધી. મહિલાના પરિવારે દીકરી સાથે વાત ન થતાં ભાંડો ફૂટ્યો હતો. પત્નીના દફનાવેલ મૃતદેહને પોલીસે બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે મહિલાના પરિવારના સભ્યની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધવામાં આવશે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ધ્રોલના ગરેડિયા રોડ પાસે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્નીની હત્યા કરી ઘરની સામે ખાડો કરી દફનાવી દીધી હતી. ત્યારે પોતાની દીકરી સાથે વાત ન થતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. ત્યારે આ ઘટનાને લઈ પોલીસે પતિની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન પતિ પોપટની જેમ બોલ્યો હતો. જેમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી ખાડો કરી દફનાવી દીધાની કબૂલાત કરી હતી. ત્યારે આ મામલા ને લઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.

ધ્રોલ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં મૃતક સોનલબેનના પતિના મોત બાદ તેણીએ તેના દિયર મનસુખ સાથે લગ્ન કર્યા હતાં અને આ લગ્ન જીવન દરમિયાન અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધની હોવાની જાણ મનસુખને થઈ જતાં તેણે પત્ની સોનલનું ગળુ દબાવી હત્યા નિપજાવી દફનાવી દઇ પૂરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે દફનાવેલો મૃતદેહ બહાર કાઢી પતિ મનસુખની પુછપરછ આરંભી હતી અને તેણે કયા કારણોસર અને કેવી રીતે પત્નીની હત્યા નિપજાવી તે વિગતો મેળવવા તજવીજ આરંભી હતી.

આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો

આ પણ વાંચો:ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો