Not Set/ રાજકોટમાં 26 લાખની 500 અને 2000 ની નકલી નોટો સાથે 2 શખ્સોની ધરપકડ

રાજકોટઃ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોટબંધી બાદ સૌથી મહત્વનો ખુલાસો કરવામાં આવયો છે. શહેરનાં હનુમાન મઢી ચોકમાંથી પોલીસ દ્વારા નવી 2000 અને 500 ના દરની 26 લાખની નકલી નોટો સાથે 2 શખ્સને દબોચી લેવામા આવ્યાં છે. બંન્ને ઈસમો દ્વારા પહેલા પણ નકલી નોટો બદલવાની વાત પ્રાથમીક તપાસમા કબૂલવામા આવી છે. રાજકોટમાં નોટબંધી બાદ જૂની નવી ચલણી […]

Uncategorized

રાજકોટઃ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોટબંધી બાદ સૌથી મહત્વનો ખુલાસો કરવામાં આવયો છે. શહેરનાં હનુમાન મઢી ચોકમાંથી પોલીસ દ્વારા નવી 2000 અને 500 ના દરની 26 લાખની નકલી નોટો સાથે 2 શખ્સને દબોચી લેવામા આવ્યાં છે. બંન્ને ઈસમો દ્વારા પહેલા પણ નકલી નોટો બદલવાની વાત પ્રાથમીક તપાસમા કબૂલવામા આવી છે.

રાજકોટમાં નોટબંધી બાદ જૂની નવી ચલણી નોટોની કમીશન લઇને બદલી આપવાનું એપી સેન્ટર બની ગયું હતું. પરંત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના હનુમાન મઢી ચોકમાંથી એવાં બે આરોપીને દબોચી લેવા આવ્યાં છે. જે નવી 500 અને 2000ની ચલણી નોટોની નકલી નોટોની હેરાફેરી કરતા હતાં.

રૂદય મનસુખ  જાગાણી ગોંડલ રહેવાસી અને લક્ષ્મણ રૂડા ચૌહાણ રાપર- કચ્છ રહેવાસીએ 62 લાખ 10 હજારની નવી 2000 ના દરની નકલી નોટ નંગ 1300 અને 500 ના દરની નવી નોટના 20 નંગ નોટો સાથે જપ્ત કરી છે.

આરોપી પાસેથી નોટો બનાવા માટેનું ઝેરોક્ષ મશીન, 500 ના દરની રદ્દ થયેલી નોટો 7 નંગ અને 1000 ની 3 નંગ, 4 સ્માર્ટફોન અને એક મારૂતિ સ્વીફ્ટ કાર કબ્જે કરી હતી.

આ પેહલા પણ બન્ને આરોપી દ્વારા નકલી નાણા વટવવામા આવ્યાં છે. તેવું પ્રાથમીક તપાસમા સામે આવ્યું છે. જો કે હાલ તો બન્ને આરોપીની અટકાયત કરી પોલીસ દ્વારા આ નાણાં કઇ રીતે આવ્યાં અને અત્યાર સુધીમાં કેટલી માત્રામા કઇ કઇ જગ્યાએ આ નોટો વટાવી છે તેની તપાસ ચાલુ છે.