Not Set/ કપિલ દેવ, ગોવિંદાને આરોપી કેમ ના બનાવ્યા, કોર્ટે PI ને સમન્સ આપ્યું

વડોદરા, વડોદરાની કોર્ટે  સનસ્ટાર નામની ક્લબની મેમ્બરશિપમાં ચિટિંગના કેસમાં ક્રિકેટર કપિલ દેવ, એક્ટર ગોવિંદ અને રવિ કિશનને આરોપી ન બનાવતા વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈસ્પેક્ટરને સમન્સ આપ્યું છે. આ સમન્સ પછી કોર્ટમાં પોલીસ ઇન્સપેક્ટરે જવાબ આપવો પડશે કે ફ્રોડ કંપનીમાં ડિરેક્ટર હોવા છતાં કપિલદેવ, ગોવિંદા વિરુદ્ધ કેમ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી. શુ હતો […]

Uncategorized
bbhh કપિલ દેવ, ગોવિંદાને આરોપી કેમ ના બનાવ્યા, કોર્ટે PI ને સમન્સ આપ્યું

વડોદરા,

વડોદરાની કોર્ટે  સનસ્ટાર નામની ક્લબની મેમ્બરશિપમાં ચિટિંગના કેસમાં ક્રિકેટર કપિલ દેવ, એક્ટર ગોવિંદ અને રવિ કિશનને આરોપી ન બનાવતા વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈસ્પેક્ટરને સમન્સ આપ્યું છે.

આ સમન્સ પછી કોર્ટમાં પોલીસ ઇન્સપેક્ટરે જવાબ આપવો પડશે કે ફ્રોડ કંપનીમાં ડિરેક્ટર હોવા છતાં કપિલદેવ, ગોવિંદા વિરુદ્ધ કેમ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી.

શુ હતો મામલો

અમદાવાદમાં બિલ્ડરનો વ્યવસાય કરતા રમણ કપૂર અને સીમા કપૂર દ્વારા સનસ્ટાર ક્લબ શરૂ કરવામાં આવી હતી.આ કલબે મેમ્બરશિપ માટે સેમિનાર યોજ્યો હતો. ક્લબની મેમ્બરશિપના બ્રોશરમાં કપિલ દેવ, ગોવિંદા અને રવિ કિશનને જોઈન્ટ ડિરેક્ટર દર્શાવવામાં આવ્યા હતા.

દંપતિએ ગ્રાહકોને લાલચ આપી હતી કે 1.2 લાખથી 3 લાખની ફી ભર્યા બાદ તેઓ સનસ્ટાર ક્લબની ટાયઅપ કરેલી હોટલમાં ફ્રીમાં રોકાણ કરી શકશે.

રમણ કપૂરે ગોવિંદને તેની ઓફિસમાં બોલાવીને કંપનીનો ડિરેક્ટર જાહેર કર્યો હતો.મોટા સ્ટારના નામે લોકો ભોળવાયા હતા અને સનસ્ટારમાં રોકાણ ચાલુ કર્યું હતું.જો કે પાછળથી રમણ કપૂર અને સીમા કપૂર લોકોનું ફુલેકુ ફેરવી ફરાર થયા હતા.અમદાવાદમાં રોકાણકારોએ દંપતી વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરતા તેમને પકડી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

છેતરપિંડીનું કૌભાંડ સામે આવતા અમદાવાદ અને વડોદરામાં કપૂર દંપતિ અને કપિલ દેવ, ગોવિંદા અને રવિકિશન સામે ફરિયાદ નોંધાઈ હતી. ગત ઓક્ટોબર મહિનામાં ગ્રાહક કોર્ટ દ્વારા 18 ગ્રાહકોને ગ્રાહકોના 8.1 લાખ રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો હતો.