Not Set/ KXIP vs MI/ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કે.એલ. રાહુલે બનાવ્યો ખાસ રેકોર્ડ, આ લિસ્ટમાં રહ્યો ટોપ

  ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 13 મી મેચ ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે અબુધાબીનાં ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 191 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. વળી પંજાબનાં […]

Uncategorized
863d241f5d6e272f9ed1116d8b8370fa KXIP vs MI/ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કે.એલ. રાહુલે બનાવ્યો ખાસ રેકોર્ડ, આ લિસ્ટમાં રહ્યો ટોપ
 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 13 મી મેચ ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે અબુધાબીનાં ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. અબુધાબીનાં શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 191 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. વળી પંજાબનાં કેપ્ટન કેએલ રાહુલનું બેટ આજે મુંબઇ સામે કંઈ ખાસ ચાલ્યુ ન હોતુ. આજની મેચમાં કેએલ રાહુલે 19 બોલમાં 1 ચોક્કાની મદદથી 17 રન બનાવ્યા હતા અને રાહુલ ચહરનાં બોલ પર બોલ્ડ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. જો કે, આ દરમિયાન કેએલ રાહુલે તેના નામે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી ઝડપી 500 રન બનાવવાનો રેકોર્ડ કેએલ રાહુલનાં નામે કર્યો છે. ગુરુવારની મેચમાં તેણે માત્ર 14 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. કેએલ રાહુલે તેની આઈપીએલ કારકિર્દીમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 11 મેચ રમી છે અને 503 રન બનાવ્યા છે. વળી આ સૂચિમાં બીજું નામ શોન માર્શનું છે, જેણે 12 મેચોમાં મુંબઇ સામે 526 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.