રાજકોટમાં કોરોનાએ માજા મુકી છે અને તંત્ર પણ કોરોનાનાં કારણે બેબાકળુ જોવામાં આવી રહ્યું છે. રોજરોજ કુદકે અને ભૂસકે આગળ વધી રહેલ સંક્રમણ અને મોતનાં આંકડાને રોકવા તંત્ર દ્વારા તમામ કોશિશો કરવામાં આવી રહી છે. ત્યારે આવી જ કોશિશના ભાગ રુપે કહી શકાય કે, રાજકોટ કલેક્ટર દ્વારા રાજકોટની સિવિલમાં વોર્ડ એટેન્ડન્ટની ભરતી કરવા હુકમ કરવામાં આવ્યો છે. કોરોના દર્દીઓની સંખ્યાને લઈને આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્ર આખામાંથી કોરોનાનાં ક્રિટીકલ કેસ રાજકોટ સિવિલમાં આવતા હોય છે, ત્યારે દર્દીની સંભાળ માટે જરૂરી સ્ટાફ ભરવા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, 400 જગ્યામાંથી 200 જગ્યા ભરવા હાલ કલેક્ટર રાજકોટ દ્વાર હુકમ કરાયો છે. આ કામ માટે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી અરજીઓ મંગાવાઈ છે. અને 9 ખાનગી એજન્સીને પણ ભરતી કરવા આદેશ કરવામાં આવ્યો છે.
બીજી તરફ જોવામાં આવે તો, રાજકોટ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાનાં સમાચારો સામે આવી રહ્યા છે. કોન્ટ્રેકટ બેઇઝ પર કામ કરતા 300 થી વધુ કર્મીઓ રાજકોટ મનપા કચેરીએ એકઠા થઇ વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ડ્યુટી રોટેશન,એક્સ્ટ્રા વેતન અને કાયમી કરવાની માંગ સાથે કોરોનાનાં આવા કપરાકાળમાં રાજકોટ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોય મામલો સંગીન બનતો જોવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
