Not Set/ રાજકોટ કોરોના/ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ મિટીંગમાં તબીબોને કરી ટકોર, જ્યંતિ રવીએ કર્યો દર્દીઓ સાથે સંવાદ…

રાજકોટમાં કોરોનાનાં વધતા કહેરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ મિટીંગ યોજી હતી. વર્ચ્યુઅલ મિટીંગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તબીબોને ટકોર પણ કરી હતી. મુખ્યમંત્રીએ રાજકોટ સિવિલનાં ICUની દિવસમાં 2 વખત સિનિયર તબીબોએ મુલાકાત લેવા સૂચના આપી છે. ICUમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થઈને જવા જોઈએ એવી તાદીજ સાથે મુખ્યમંત્રીએ તબીબોને ટકોર કરી હતી.   રાજકીય નેતાઓ દ્રારા સોશ્યલ ડિસટન્સ ભંગ અંગે જયંતિ રવિનું […]

Gujarat Rajkot
de9fff03b32499b05fdce064bd389999 રાજકોટ કોરોના/ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ મિટીંગમાં તબીબોને કરી ટકોર, જ્યંતિ રવીએ કર્યો દર્દીઓ સાથે સંવાદ...

રાજકોટમાં કોરોનાનાં વધતા કહેરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ મિટીંગ યોજી હતી. વર્ચ્યુઅલ મિટીંગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તબીબોને ટકોર પણ કરી હતી. મુખ્યમંત્રીએ રાજકોટ સિવિલનાં ICUની દિવસમાં 2 વખત સિનિયર તબીબોએ મુલાકાત લેવા સૂચના આપી છે. ICUમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થઈને જવા જોઈએ એવી તાદીજ સાથે મુખ્યમંત્રીએ તબીબોને ટકોર કરી હતી.  

રાજકીય નેતાઓ દ્રારા સોશ્યલ ડિસટન્સ ભંગ અંગે જયંતિ રવિનું નિવેદન પણ સામે આવ્યું, આરાગ્ય સચિવે કહ્યું કે, દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઇએ અને નિયમોનું પાલન કરવું જોઇએ. રાજકોટના દર્દીઓ માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જયંતિ રવિ સહિત અધિકારીઓ દ્વારા હોસ્પિટલના દર્દી અને ડોકટરો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો. મનપા કમિશનર સહિતના અધિકારીઓ મિટીંગમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મિટીંગમાં સીનિયર આઈએએસ અધિકારી રાહુલ ગુપ્તા હાજર રહ્યા હતા. 

આપને જણાવી દઇએ કે રાજકોટમાં કોરોનાનો કહેર બેકાબુ જોવામાં આવી રહ્યો છે અને છેલ્લા 2 દિવસમાં રાજકોટમાં 59 દર્દીના મૃત્યુ થયાનું નોંધવામાં આવ્યું છે તેવી માહિતી વિદિત છે. સામે છેલ્લા એક સપ્તાહમાં 120થી વધુ દર્દીઓના કોરોનાનાં કારણે રાજકોટમાં મોત થયાનું નોંધવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews